Geo Gujarat News

ભરૂચ, વડોદરા અને પંચમહાલ જિલ્લાના ઘરફોડ ચોરીમા સંડોવાયેલા સિકલીગર ગેંગના ત્રણને ભરૂચ LCB એ ઝડપી પાડયા

ભરૂચ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ઉચ્ચસ્તરીય સૂચના ને આધારે કામગીરી હાથ ધરી હતી.દરમિયાન ભરૂચ એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે, “રાજપારડી પોલીસ સ્ટેશન ના અવિધા ગામે તથા ઝઘડીયા ટાઉન માં થયેલ ઘરફોડ ચોરીમાં ભરૂચનો અર્જુનસીંગ મખ્ખનસીંગ સિકલીગર તથા તેના મિત્ર શેરાસીંગ મોતીસીંગ સિકલીગર તથા લખનસીંગ કિરપાલસીંગ સિકલીગર સંડોવાયેલ છે. જે ત્રણેય નંબર પ્લેટ વગરની ગ્રે કલરની વના ફોર વ્હીલ ગાડી લઇને સુરતથી નીકળી અંક્લેશ્વર જુના ને.હા. નંબર- ૮ ઉપરથી પસાર થઇ ભરૂચ તરફ જનાર છે” જે બાતમી ને આધારે અંક્લેશ્વર એલ.સી.બી. ઓફીસ નજીક રેલ્વે લાઇન ફાટક પાસેથી ઉપરોક્ત નંબર પ્લેટ વગરની વર્ના ફોર વ્હીલ ગાડી સાથે ત્રણે ઇસમો ને ઝડપી પાડી તેઓને અંક્લેશ્વર એલ.સી.બી. ઓફીસ ખાતે લઇ જઇ ઉંડાણપુર્વક પુછપરછ કરતા ત્રણેય આરોપી ભાંગી પડેલ અને તેઓએ ચોરી કરેલ હોવાની કબુલાત કરતા અર્જુનસીંગ એ જણાવેલ કે, આજથી આશરે વીસેક દિવસ પહેલા લખનસીંગ તથા તેના બનેવી શેરાસીંગ ગ્રે કલરની વર્ના ફોર વ્હીલ ગાડી નંબર-જી જે ૧૬ બી એન ૧૯૬૦ લઇને તેમના ઘરે આવ્યા હતા.અને મોડી રાતે તેઓ તથા લખનસીંગ અને શેરાસીંગ સાથે મળી વર્ના ફોર વ્હીલ ગાડીની નંબર પ્લેટ કાઢી નાખી અવિધા ગામમાં એક મકાન માં દરવાજાના નકુચા તોડીને ઘરમાં ઘુસી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી..ત્યાર બાદ ફરીથી સાંજે લખનસીંગ તથા શેરાસીંગ રાત્રીના સમયે અર્જુનસિંઘ ના ઘરે આવ્યા હતા. અને મોડી રાત્રે ત્રણેય નંબર પ્લેટ કાઢી નાખી વર્ના ગાડી લઇને ઝઘડીયા તરફ ગયા હતા.જ્યાં ઝઘડીયા ટાઉનમાં એક મકાનનો દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘુસી કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ બન્ને ચોરીના દાગીના વેચાણ કરી જે પૈસા મળેલ તેના ત્રણ સરખા ભાગ પાડી લીધેલ હોવાની હકીકત જણાવી હતી.આરોપી લખનસીંગ તથા શેરાસીંગ પોતે વડોદરા તથા ગોધરાના કુલ-૧૦ ચોરીના ગુનામાં પકડાવવાના બાકી હોવાની કબુલાત કરી હતી. તેઓ પાસેથી મોબાઇલ ૩ નંગ તથા ચોરીના સોના ચાંદીના દાગીના અને વર્ના ફોર વ્હીલ ગાડી તેમજ રોકડા રૂ. ૧૧,૧૦૦/-, સોના ચાંદીના દાગીનાનો વજન કરવા માટે માટેનો વજન કાંટો-૧, નશો કરવા માટે એન્ઝીલમ નામની ટેબ્લેટની સ્ટ્રીપ નંગ-૩, કેરીસ્પાસ-૧ સ્ટીપ મળી કુલ કી.રૂ. ૫,૬૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી બી.એન.એસ.એસ. ની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે અંક્લેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યા હતા.જ્યારે ઝઘડીયા તથ રાજપારડી પોલીસ ને જાણ કરવામાં આવી હતી.ઉપરોક્ત ગુનામાં લખનસીંગ કીરપાલસીંગ સરદાર ઉ.વ.૩૦ રહે, ગોસ્કર દરવાજા લાઠીની સામે વડનગર તા-વડનગર જી-મહેસાણા અને અર્જુનસીંગ મખ્ખનસીંગ સિકલીગર ઉ.વ. ૩૪ રહે, ૨૪૧, ગ્રીન પાર્ક જીતાલી તા-અંક્લેશ્વર જી-ભરૂચ તેમજ શેરાસીંગ મોતીસીંગ સિકલીગર ઉ.વ. ૪૯ રહે, સંતોષવાડી દંતેશ્વર વડોદરા જિ-વડોદરા ને ભરૂચ એલસીબી એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ રાજપારડી તેમજ ઝઘડીયા પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. લખનસીંગ તથા શેરાસીંગ મકરપુરા પોલીસ સ્ટેશન, વડોદરા ગ્રામ્ય સાવલી પોલીસ સ્ટેશન,વડોદરા શહેર સી.ટી.પોલીસ મથક,વાડી પોલીસ સ્ટેશન,ગોરવા પોલીસ મથક,ફતેગંજ પોલીસ સ્ટેશન,અકોટા પોલીસ સ્ટેશન,ગોધરા પોલીસ મથક, ડેસર પોલિસ સ્ટેશન અને બાપોદ પોલીસ મથકે નોંધાયેલા વિવિધ ગુનાઓ માં વોન્ટેડ હોવાની વિગતો સપાટી પર આવી છે. ઉલ્લેખનીય છે કે લખનસીંગ વિરુદ્ધ વિજાપુર (મહેસાણા),ખેડબ્રહ્મા (સાબરકાંઠા), ગાંધીધામ “બી” ડીવીઝન (કચ્છ પુર્વ),લાડોલ (મહેસાણા) પોલીસ મથકે બે ગુના નોંધાયેલા છે.જ્યારે શેરાસીંગ સામે વડાલી (સાબરકાંઠા),વાડી (વડોદરા શહેર),વાડી (વડોદરા શહેર) પોલીસ મથકે ત્રણ ગુના,નવાપુરા શહેર,હીમ્મતનગર “બી” ડીવીઝન (સાબરકાંઠા),સીટી પો.સ્ટે વડોદરા શહેર,મકરપુરા વડોદરા શહેર પોલીસ મથકે અનેક ગુના નોંધાયેલા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *