Geo Gujarat News

ભરૂચ: જિલ્લાના અમુક વિસ્તારોને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરતું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

ભરૂચ પોલીસ અધિક્ષકએ જીલ્લામાં આવેલ પ્રોહીબીટેડ એરીયા અને આંતરીક સલામતીને અસર કરે તેવા અન્ય સંવેદનશીલ વિસ્તારોને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરવા બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત ૨જૂ કરેલ છે. જે અન્વયે ભારત સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવેલ CAR (Civil Aviation Requirement) નિયમનની સેકશન ૨.૨ના પ્રોહીબિટેડ એરીયા અંગેની વ્યાખ્યા આપવામાં આવેલ છે તથા CAR નિયમનની સેકશન ૧૩ મુજબ કયા કયા વિસ્તારમાં ડ્રોન ઉડાડવાની મનાઈ કરવામાં આવેલ છે, જે લગત સુચનાઓ કરવામાં આવેલ છે. CAR નિયમનમાં આપેલ ઉપરોકત સેકશનની વિગતોનું Unmanned Aircraft System Rules-2021 ની સેક્શન-૨ માં વ્યાખ્યા તથા સેકશન-૩૭ માં ઓપરેશન એરીયાનું પુનરાવર્તન કરવામાં આવેલ છે. ગૃહ વિભાગ, ગુજરાત સરકારશ્રીના પત્ર ક્રમાંક:SB-1/KAV/102018 GOI-317,તારીખ:૦૬/૦૭/૨૦૨૧ થી પણ ઉપરોકત વિગતે સૂચનો કરવામાં આવેલ છે. ભારત સરકાર તરફથી તા.૧૦/૦૫/૨૦૧૯ ના રોજ એસ. ઓ. પી બહાર પાડવામાં આવેલ છે, જેની સેકશન ૧૬-ડી માં જે જોગવાઈ કરવામાં આવેલ છે, તે અનુસાર કાર્યવાહી હાથ ધરવા અને પ્રોહીબિટેડ એરીયા અને આંતરીક સલામતીને અસર કરે તેવા અન્ય સંવેદનશીલ વિસ્તારોને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા જરૂરી સુચના કરવામાં આવેલ છે.

આથી, ભરૂચ જિલ્લા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.આર.ધાધલ ભારતીય નાગરિક સુરક્ષ સંહિતા- ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ અધિકારની રૂ એ રેડ તથા યલો કેટેગરી વાઈઝ આ સાથે સામેલ પત્રક મુજબ યુનિટ નં.૧ થી ૯૩ મુજબના તમામ વાયટલ ઈન્સ્ટોલેશન આંતરીક સલામતીને અસર કરે તેવા અને સંવેદનશીલ વિસ્તારોને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરી ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતાં એરીયલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કંટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવવાની મનાઈ ફરમાવતો હુકમ કરે છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ ભરૂચ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *