Geo Gujarat News

દહેજ: બિરલા કોપર દ્વારા દહેજ ગ્રામ પંચાયતને 35 લાખનું રોબોટિક મેનહોલ કલીન મશીન આપવામાં આવ્યુ.

હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ, યુનિટ, બિરલા કોપર, દહેજના CSR અંતર્ગત એક મેનહોલ ક્લીનર ગ્રામપંચાયત દહેજને આપવામાં આવ્યું હતું. જેનું લોકાપર્ણ કંપનીના અધિકારીઓ અને સરપંચના હસ્તે કરવામાં આવ્યું હતું. દહેજ વિસ્તારમાં આવેલ ડ્રેનેજની સાફ સફાઈ માટે જોખમી કહીં શકાય તે રીતે શ્રમજીવીઓને ઉતારવાની ફરજ પડતી હોય જેમાં જાનહાનિના પણ બનાવો નોંધાયા હોય ગ્રામ પંચાયત ધ્વારા તે માટે રોબોટિક ક્લીનરની જરૂરિયાત હોવાનું જણાવાયું હતું. જેથી હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ, યુનિટ – બિરલા કોપર, દહેજ ના CSR અંતર્ગત રૂ.35 લાખની કિંમત ના એક મેનહોલ કલીનર ગ્રામ પંચાયતનએ ભૂદેવના મંત્રોચ્ચાર સાથે સોંપવામાં આવ્યું હતું. જેના થકી હવે ડ્રેનેજમાં મેનહોલમાં ઉતર્યા વિના સફાઇ કામગીરી થઇ શકશે અને અંદરનાં કચરાનું નિરિક્ષણ પણ કરી શકાશે. આ રોબોટિક મશીન અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવામાં મદદ કરશે. જમીન નીચે ડ્રેનેજ સફાઇ દરમિયાન જે દુર્ઘટનાઓ સર્જાતી હતી એ પણ આ મશીનનાં ઉપયોગથી દુર કરી શકાશે.

આ પ્રસંગે બિરલા કોપર યુનિટ હેડ કે.કુમારવેલ લ, એચ.આર.હેડ ઉદિપતાભ મિશ્રા, સી.એસ.આર. હેડ મૌલીક પરમાર, હિન્દાલ્કોના અવિજીત અને ટીમ બિરલા કોપર તેમજ દહેજના સરપંચ જયદિપસિંહ રણા, તેમજ ગ્રામ પંચાયત ના સભ્યો સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત સરપંચ તેમજ તમામ અધિકારીઓ અને આગેવાનોએ બિરલા કોપરના આ મહત્વનાં યોગદાનની ખૂબ પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો હતો.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *