ગતરોજ વહેલી સવારે વાગરા ગ્રામ પંચાયત નજીકથી એક અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેના વાલી વરસોને શોધવાની કવાયત હાથ ધરી હતી. જેમાં ગણતરીના કલાકોમાંજ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. બનાવ જાણે એમ હતો, કે વાગરા ગ્રામ પંચાયત નજીક આવેલ સાયકલ રીપેરીંગની દુકાન ચલાવતા દુકાનદાર નિત્યક્રમ મુજબ સવારે પોતાની દુકાને આવ્યા હતા. જ્યાં દુકાન નજીક એક વ્યક્તિ નીચે ધરી પડેલ અને તરફડીયા ખાઈ રહેલ હાલતમાં જણાય આવ્યો હતો.

દુકાનદારે માનવતાની દ્રષ્ટિએ પ્રથમ તેને પાણી પીવડાવ્યું હતું. ત્યાર બાદ તેઓ તાત્કાલીક વાગરા પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ સમગ્ર ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું, કે મારી દુકાન પાસે કોઈ અજાણ્યું ઇસમ જમીન ઉપર પડ્યું છે. અને તે તડપી રહ્યું છે. તેમ જણાવતાજ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઈ જોતા ત્યા એક અજાણ્યો ઈસમ મૃત હાલતમાં પડેલ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ઈસમના મૃતદેહનો કબ્જો મેળવી વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી મૃતકના પરિજનોને શોધવાની દિશામાં કવાયત હાથ ધરી હતી. જેમાં ગણતરીના કલાકોમાંજ વાગરા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. મરણજનાર ઇસમ વાગરા તાલુકાના નરણાવી ગામનો 58 વર્ષીય ચંદુભાઈ ગોરધનભાઈ વસાવા હોવાનું સામે આવ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી બાદ આધેડના મૃતદેહને તેને પરિજનોને સોંપી સોંપ્યો હતો.
નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com