Geo Gujarat News

ભરૂચ: ડોકટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગ દર્શન સાથે આયુરવૅદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

આયુરવૅદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડોકટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગ દર્શન સાથે આયુરવૅદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં શાળાના વિદ્યાર્થીઓનું તેમજ આસપાસના વિસ્તારના લોકોનું હેલ્થ ચેકઅપ કરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી. શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિ વર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને આયુરવૈદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડોકટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને યોગ દર્શન સાથે આયુરવૈદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો, કેમ્પના પ્રારંભમાં યોગ ટ્રેનર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું, ત્યારબાદ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં સરકારી હોમીયોપેથી દવાખાના જનરલ હોસ્પીટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ, ડોક્ટર સોનાલીબેન પાટિલ, આયુરવૈદ દવાખાનાના મેડિકલ ઓફિસર વૈદ વસંતભાઈ પ્રજાપતિ, વૈદ મનીષાબેન વાઢિયાએ સેવાઓ આપી હતી.

અંદાજિત ૨૫૦ થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રંસગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી, બ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમન્ત શુક્લ,શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી, રાજકુમાર દુબે, ડોકટર ગંગુબેન હડકર હાઈસ્કૂલના કેમ્પસ ડિરેક્ટર બિપીનચંદ્ર જગદીશ વાળા, આચાર્ય મનહરભાઈ વાઘેલા, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવેલ શિક્ષક પ્રભુભાઈ પટેલ, સહીત શિક્ષકગણો અને આસપાસ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *