Geo Gujarat News

ઝગડિયા: બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન, એક રૂપિયાના ટોકનથી 101 યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા

વસાવા સમાજમાં કુરિવારોજોને તીલાંજલિ, અને સમાજને વધારે ખર્ચાથી બચવા અનુરોધ : સમસ્ત વસાવા સમાજ ના પ્રમુખ ચંદ્રકાંત ભાઈ વસાવા :- ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ફ્કત એક રૂપિયાના ટોકનથી 101 યુગલો આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતાં જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી ગીતો તેમજ ચોખા રમાડવાની વિધિ અને આદિવાસી સામૂહિક નૃત્યોએ આકર્ષક જમાવ્યું હતું.

આ સમૂહ લગ્નમાં યોગદાન આપના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી તમામ જીવન જરૂરિયાત ઉપયોગી ચીજો આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં આદિવાસી મહાનુભવો ઉપસ્થિત રહી નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સમુહ લગ્નનું સુંદર આયોજન કરવા બદલ આયોજકો તેમજ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંત ભાઈ વસાવાને અભિનંદન પાઠવ્યા હતા.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *