Geo Gujarat News

ઝઘડિયા: ઉમલ્લા અને ભરૂચ ખાતે સાદીરેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતા વાહનો સીઝ કરી અંદાજિત ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભુસ્તરશાસ્ત્રીશ્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા શુક્રવાર વહેલી સવારે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે તેમજ ભરૂચના નર્મદા ચોકડી, ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૪ વાહનો ટ્રક નંબર- (૧) GJ-06-AV-7283 (૨) GJ-16-Z-1826 (૩) GJ-16-AW-9769(૪) DD-01-P-9496 ને સીઝ કરી અંદાજિત કુલ- ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા સેવા સદન, ભરૂચ ખાતે ટ્રકને સિઝ કરવામાં આવી આવી છે. જે અંગેની નિયમોનુસારની કાર્યવાહી ચાલુ છે. તેમ ભુસ્તરશાસ્ત્રી ભરૂચ દ્રારા મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

 

Yusuf Shaikh
Author: Yusuf Shaikh

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *