ઝઘડિયાની દિવાન ધનજીશા હાઇસ્કુલ ખાતે આત્મસંતોષ ફાઉન્ડેશન સંસ્થા મુંબઇ દ્વારા પાંચ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.તા.૨૬ મી એપ્રિલના દિવસે પાંચ દિવસીય સમર કેમ્પનું સમાપન થયું હતું. ઉલ્લેખનીય છેકે આત્મસંતોષ ફાઉન્ડેશન એક સંસ્થા છે અને તે શિક્ષણ આરોગ્ય અને ગ્રામીણ વિકાસ માટે કામ કરે છે.સંસ્થા દ્વારા વિવિધ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓના આયોજન કરવામાં આવે છે. ઝઘડિયાની દિવાન ધનજીશા હાઇસ્કુલ ખાતે આયોજિત પાંચ દિવસીય સમર કેમ્પમાં બાળકો માટે ટીમવર્ક સાથેની એક્ટિવિટી દ્વારા નવું જાણવાનું મળે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા શાળાઓમાં શિક્ષણની સાથેસાથે બાળકોને કંઇક નવું જાણવાની શીખવાની તક મળે તેવી વિવિધ પ્રવૃત્તિઓના આયોજન કરવામાં આવે છે.શાળાના આચાર્ય મુકેશભાઇ ટેલરે આ પ્રસંગે જણાવ્યું હતું કે આત્મસંતોષ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દિવાન ધનજીશા હાઇસ્કુલ ખાતે તા.૨૨ એપ્રિલથી તા.૨૬ એપ્રિલ સુધી સમર કેમ્પનું આયોજન કરાતા શાળાના પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગના બાળકોને નવું શીખવાનું મળ્યું હતું.આ પાંચ દિવસીય સમર કેમ્પમાં પ્રાથમિક વિભાગના બાળકો માટે કાર્યક્રમનો સમય સવારનો રખાયો હતો,જ્યારે માધ્યમિક વિભાગના બાળકો માટે બપોરનો સમય રખાયો હતો.આ કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તે રીતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શાળામાં સમર કેમ્પનું આયોજન કરવા બદલ શાળા પરિવારે આત્મસંતોષ ફાઉન્ડેશન સંસ્થાનો આભાર માન્યો હતો.
કાદર ખત્રી, ઝઘડિયા
Author: Kadar Khatri
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241