આમોદ તાલુકાન કેટલાક ગામોમાંથી ૭૬૫ કે.વી.પાવરગ્રીડ લાઇન પસાર થતી હોય ખેડૂતોને વળતર બાબતે ચોખવટ નહી કરતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.જેથી ખેડૂતોએ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય વળતરનો ખુલાસો થયાં પછી જ કામગીરી કરવાં જણાવ્યુ હતું.

આમોદ તાલુકાના કેરવાડા, તણછા,સમિયાલા ગામના ખડૂતોએ મામલતદાર કચેરીએ ભેગા મળી ખેડુત એકતા ઝીંદાબાદના સૂત્રોચ્ચાર કરી આમોદ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલાને આવેદનપત્ર આપ્યું હતું.જેમાં જણાવ્યુ હતું કે સરકાર દ્વારા ૭૬૫ કે.વી.અમદાવાદ – નવસારી ટ્રાન્સમીશન લાઈનના સંપાદનને કારણે ખેડૂતોની ફળદ્રુપ જમીનને કારણે ખેડૂતોને ખૂબ જ આર્થિક નુકશાન થાય તેમ છે. જમીનનો ટુકડો થઈ જતાં બજાર કિંમત પણ ઘટવાની સંભાવના છે,બાંધકામને કારણે જમીનમા પાણીનો ભરાવો થવાની સંભાવનાને કારણે નુકશાન થાય તેમ છે તેમજ સરકાર દ્વારા કેટલું વળતર ચૂકવવામાં આવશે તે પણ જણાવવામાં આવ્યુ નથી. તેમજ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સંપાદિત થયેલી જમીનનું જે ધોરણે વળતર ચૂકવાયુ હોય તે મુજબ વળતર ચૂકવવા માંગ કરી હતી. આ ઉપરાંત ખેડૂતોને કેટલું વળતર ચૂકવવામાં આવશે તેનો ખૂલાસો થયાં પછી જ કામગીરી શરૂ કરવાં જણાવ્યુ હતું.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com