Geo Gujarat News

જંબુસર: શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારીના જન્મદિનની અનોખી ઉજવણી કરાઇ  

જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષણ દ્વારા જંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડના જન્મદિનની ભવ્ય ઉજવણી સાથે 200 બાળકોને સ્કૂલબેગ વિતરણ કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ તેઓના જન્મદિનની અનોખી ઉજવણી સાથે ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ચિંતા કરી આજરોજ બીઆરસી ભવન ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જન્મદિનની ઉજવણી જંબુસર તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે જંબુસર તાલુકાની વિવિધ શાળાના શિક્ષકો બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને કેક કટીંગ કરી તમામે ટીડીઓ જંબુસરને શુભેચ્છા પાઠવી તેઓ દિર્ધાર્યું, નિરોગી, પ્રગતિમય જીવન જીવે,સમાજલક્ષી વધું કાર્યો કરતા રહે એવી શુભકામના પાઠવી હતી. ત્યારબાદ ટીડીઓ દ્વારા જંબુસર તાલુકાના છેવાડાના અંતરિયાળ વિસ્તારની સ્કૂલના ગરીબ જરૂરીયાત મંદ 200 જેટલા બાળકોને સ્કૂલબેગ વિતરણ કરવામાં આવ્યું હતું.

Yusuf Shaikh
Author: Yusuf Shaikh

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *