આમોદના રબારીવાડ વિસ્તારમા આવેલા મેલડી માતાજી તથા ચામુંડા માતાજીનાં ૧૭ માં પાટોત્સવ નિમિત્તે ભૂવાજી શંકરભાઇ રબારીના આયોજન હેઠળ નવચંડી યજ્ઞ તથા લીલુડા માંડવાનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ત્રણ દંપતીઓએ પૂજા વિધિમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.વડોદરાના વિદ્વાન બ્રાહ્મણ કુણાલ જોષીના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સાંજે યજ્ઞમાં શ્રીફળ હોમાયા બાદ માતાજીની આરતી કરવામાં આવી હતી.આ પ્રસંગે માઈભક્તો મોટી સંખ્યામા હાજર રહી માતાજીનાં દર્શનનો લાભ લીધો હતો. નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં સમસ્ત આમોદ નગર સહિત આસપાસના ગામલોકોએ પણ મહાપ્રસાદીનો લીધો હતો.ત્યાર બાદ રાત્રીના સમયે માતાજીના લીલુડા માંડવાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભુવાજી શંકરભાઈ રબારી દ્વારા રવિવાર તથા મંગળવારે માતાજીની બેઠક પણ કરવામાં આવે છે જેમાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com