Geo Gujarat News

ભરૂચ: જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને પર્યાવરણ તેમજ મનુષ્યના સ્વાસ્થ્યના રક્ષણ માટે આત્મા પ્રોજેક્ટ ભરૂચ હેઠળ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંર્તગત તાલીમનું આયોજન

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સીધા માર્ગદર્શન હેઠળ ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગનો વ્યાપ વધી રહ્યો છે. પ્રાકૃતિક ખેતી એ આત્મનિર્ભર ભારત બનાવવા સાથે ગ્રામીણ અર્થતંત્રને મજબુત બનાવવાનું પ્રથમ પગથિયું છે. રાજ્યમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે. તેઓના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અન્વયે સમગ્ર ભરૂચ જિલ્લો પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગેકૂચ કરી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં કાર્યરત આત્મા પ્રોજેક્ટ ભરૂચ હેઠળ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંર્તગત ભરૂચ જિલ્લાના નવે નવ તાલુકાઓમાં કલસ્ટર વાઈઝ પ્રાકૃતિક કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સનને પાંચ દીવસની પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપવામાં આવનાર છે. જ્યાં ભરૂચ, વાગરા,આમોદ, જંબુસર, અંકલેશ્વર,આમોદ, હાંસોટ તાલુકાઓની તાલીમ આગામી તારીખ ૫ મી મે ૨૦૨૫થી ૨૩ મી મે ૨૦૨૫ સુધી યોજાનાર છે. આ તાલીમાર્થી ખેડૂતોને બે વર્ષ સુધી સંપર્કમાં રાખી પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રયાસ કરાશે. બે વર્ષ દરમિયાન આ ખેડૂતો સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે તે મુજબ માર્ગદર્શન આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છેકે, ભરૂચ જિલ્લામાં ૧૮૦ જેટલા કલસ્ટર બનાવામાં આવ્યા છે. જેમાં કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન મળી ૩૬૦ ને પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી માટે તમામ પ્રકારની તાલીમ અને માર્ગદર્શન આપવામાં મળશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *