Geo Gujarat News

ભરૂચ: જિલ્લામાં આગામી ૨૨મી મે ના રોજ જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામાં આવે છે. મે-૨૦૨૫ના માસમાં તા.૨૨/૦૫/૨૦૨૫ના રોજ જિલ્લા સ્વાગત તથા તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવાનો હોય, ફરિયાદ અરજી ૧ થી ૧૦ તારીખ સુધીમાં ઓનલાઈન https://swagat.gujarat.gov.in પ્લેટફોર્મનો ઉપયોગ કરી પોતાની રજુઆતો/ફરિયાદો/પ્રશ્નોને તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં ઓનલાઈન રજૂ કરી શકે છે અથવા અત્રેની કચેરીમાં રૂબરૂ/ટપાલમાં બે નકલમાં મોકલવાની રહેશે. જેમાં અરજદારે અરજીના મથાળે ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ લખી, અરજીઓ બે નકલમાં સુવાચ્ય અક્ષરોમાં ફુલસ્કેપ કાગળ ઉપર પોતાનો ટેલીફોન/મોબાઈલ નંબર લખી કરવી. પોસ્ટકાર્ડ કે આંતરપ્રદેશીય પત્રો પર અરજી કરવાની નથી. અરજદારે પોતાનો પ્રશ્ન જાતે રજુ કરવો. બીજાનો પ્રશ્ન રજૂ કરવો નહી. અરજીમાં એક જ વિષય અને એક જ કચેરીને લગતી બાબતનો સમાવેશ કરવાનો રહેશે. અરજીમાં ફરિયાદને લગતી કચેરીનું નામ પણ સ્પષ્ટ જણાવવાનું રહેશે. અગાઉ જે તે ખાતામાં કરેલ અરજીનો નિયમસર નિકાલ ન થતો હોય તેમજ આ અંગે અગાઉ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં પ્રશ્ન રજુ કરેલ હોય, પરંતુ નિકાલ થયેલ ન હોય તેવી અરજી રજુ કરવાની રહેશે. કોર્ટને લગતી, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી જેવા મહેકમ વિષયક પ્રશ્નો તેમજ પ્રથમ વખતની અરજીની બાબતો લેવામાં આવશે નહિ. આ કાર્યક્રમના ભાગરૂપે ૨૧ મી મે ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટર ઝઘડિયા તાલુકામાં, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી જંબુસર તાલુકામાં તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક હાંસોટ તાલુકામાં મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે. વધુમાં વાલીયા તાલુકામાં નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી ભરૂચ, અંકલેશ્વર તાલુકામાં નાયબ કલેકટર અંક્લેશ્વર, ભરૂચ (સીટી) તાલુકામાં જિલ્લા આયોજન અધિકારીશ્રી ભરૂચ, નેત્રંગ તાલુકામાં નાયબ કલેકટર ઝઘડિયા, આમોદ તાલુકામાં નાયબ કલેકટર જંબુસર, ભરૂચ(ગ્રામ્ય) તાલુકામાં નાયબ કલેકટર ભરૂચ, વાગરા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) તાલુકામાં મામલતદાર કચેરીમાં હાજર રહેશે. તેમ ભરૂચ કલેક્ટર દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *