ભરૂચની નારાયણ હોસ્પિટલને દહેજની ઇસ્જેક ગુપ્રની કંપની દ્વારા CSR હેઠળ આપવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટનું ભરુચ અને વાગરાના ધારાસભ્યોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાગરા તાલુકાના દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ઇસ્જેક ગુપ્રની કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ નારાયણ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ફાળવવામાં આવ્યો છે. કંપની દ્વારા પ્લાન્ટનું ઇરેક્શન અને કમિશનિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ ઓક્સિજન પ્લાન્ટનું વિધિવત લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇસ્જેક હીટાચી કંપનીના યુનિટ હેડ બ્રિજેશ રાય, મોહિત રાજ, નારાયણ હોસ્પિટલના ટ્રસ્ટી હેમંત પ્રજાપતિ તથા પાર્થ પ્રજાપતિ સહિત હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્લાન્ટના લોકાર્પણથી હોસ્પિટલમાં દર્દીઓને વધુ સારી ઓક્સિજન સુવિધાઓ ઉપલબ્ધ થશે અને આરોગ્ય સેવા વધુ મજબૂત બનશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com