ગઈકાલે ગુજરાતમાં ત્રાટકેલા મીની વાવાઝોડાને કારણે ભરૂચ જિલ્લાના નિકોરા પંથકમાં પણ ભારે નુકશાન થવા પામ્યું છે. જે અંતર્ગત DGVCL ની લાઈનોને મોટા પાયે નુકશાન થયું હતું. વૃક્ષો ધરાશાયી થતા વીજ થાભલાઓ પણ પડી ગયા હતા. જેથી સમગ્ર પંથકમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. નિકોરા ગામના સેવાભાવી રામજીભાઈ અને તેમની ટીમે સમય વેદફયા વગર ધરાશાયી થયેલા વૃકધો ને સ્વયંભૂ હટાવવામાં લાગી ગયા હતા. અને જેમ બને તેમ જલ્દી વીજપુરવઠો પૂનઃ પૂર્વરત થાય તે માટે DGVCL ની ટિમ સાથે કામે લાગી જઈ વીજપુરવઠો પુનઃ પ્રસ્થાપિત કર્યો હતો.
સલીમ કડુજી, નબીપુર
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com