Geo Gujarat News

આમોદ: સીવીલ ડિફેન્સ મોકડ્રીલ અંગે ભાજપ શાસિત આમોદ નગરપાલીકા દેશદાઝ બતાવવામાં નિષ્ફળ નીવડી?

ભારત સરકાર દ્વારા યુધ્ધની સ્થિતિમાં દેશવાસીઓએ કેવી સાવચેતી રાખવી તે અંગે સીવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરી સમગ્ર નગરમાં સાયરન વગાડી અંધારપટ કરવા સુચના આપાવામા આવી હતી.પરંતુ આમોદ પાલિકા કચેરી ખાતે લાઈટોનો ઝગમગાટ ચાલુ રહેતા સમગ્ર નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો હતો.

ભારત પાકિસ્તાનની યુધ્ધની તણાવ ભરી પરિસ્થિતિમાં ગત રોજ ભારત દેશના જાંબાઝ સૈનિકો દ્વારા એર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનમાં હાજર અનેક આતંકવાદી કૅમ્પોનો સફાયો કરવામાં આવ્યો હતો.જેથી સમગ્ર દેશમાં લોકોએ ગૌરવની લાગણી અનુભવી હતી.ત્યારે ભારત સરકાર દ્વારા મોક ડ્રીલ કરી ભારતવાસીઓને યુધ્ધ જેવી પરિસ્થિતિ સામે કેવી રીતે સાવચેત રહેવું તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી.જે અંગે આમોદ નગરપાલિકાના ખાતે ગત રોજ બપોરના અઢી કલાકે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં આમોદ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલા,પોલીસ ઇન્સ્પેકટર રાજુ કરમટીયા, મુખ્ય અઘિકારી પંકજ નાયક સહિતનાં લોકોએ સાયરન વાગે તો શું કરવુ અને ૭:૩૦ કલાકથી ૮ કલાક સુઘી ઘરની તેમજ સરકારી કચેરીઓનો લાઈટો બંધ કરવાં જણાવ્યુ હતું. આ બેઠકમાં વેપારી આગેવાનો,રાજકીય પાર્ટીના આગેવાનો,પાલીકાના સદસ્યો નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.

સત્તાધીશોએ પાલિકા કચેરીમાં બેસીને સમગ્ર નગરજનોને અંધારપટ કરવા સુચના આપી પરંતુ પોતે જ લાઈટોનો ઝગમગાટ ચાલુ રાખ્યો! :- જે બાબતે સમગ્ર આમોદ નગર સહિત તાલુકામાં મસ્જીદ તેમજ મંદિરો ઉપર સાંજે ૭:૩૦ કલાકે સાયરન વાગતા જ ઘરની લાઈટો બંધ કરી દીધી હતી. તેમજ આમોદ નગરમાં આવેલી દરેક સરકારી કચેરીઓમાં પણ લાઈટો બંધ કરી ભારત સરકારના આદેશનું પાલન કરી ભારત દેશને સમર્થન જાહેર કર્યુ હતુ.અને દેશ દાઝની ભાવના ઉજાગર કરી હતી.પરંતુ જે આમોદ પાલિકા કચેરીમાં બેસીને નગરજનોને સુચના આપવામાં આવી તે પાલિકા કચેરીમાં જ લાઈટોનો ઝગમગાટ ચાલુ રહેતા ભાજપ શાસિત પાલિકા કચેરી દેશદાઝની ભાવના નિભાવવામાં સદંતર નિષ્ફળ ગઇ હોય તેમ લાગી રહ્યું છે.ત્યારે જીલ્લા વહિવટી તંત્ર તેમજ ભાજપનું મોવડી મંડળ આમોદ પાલિકાના શાસકો સામે શું પગલાં લે છે તે જોવું રહ્યું.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *