Geo Gujarat News

આમોદ: કોલવણા હાઈસ્કૂલનું SSC માં ૧૦૦% અને HSC માં ૯૩.૫૫% પરિણામ આવ્યું

આમોદ તાલુકાના કોલવણા ગામની હાઈસ્કૂલમાં SSC માં વિદ્યાર્થીનીએ નાહીયેર કેન્દ્રમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી પોતાની શાળામાં અત્યાર સુધીનો ઇતિહાસ રચ્યો હતો.SSC માં શાળા નું ૧૦૦ % અને સામાન્ય પ્રવાહ માં ૯૩.૫૫% પરિણામ આવતા કોલવણા ગામમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.

આમોદનું કોલવણા ગામ શિક્ષણ ક્ષેત્રે વિખ્યાત બન્યુ છે.વાલીઓ પોતાના બાળકોનું જીવન ઉજ્જવળ બને એ માટે ના સરાહનીય પ્રયાસો કરી રહ્યા છે.ગામની હાઈસ્કૂલમાં આસપાસ ના ચાર ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે.ચાલુ વર્ષે SSC માં શાળાનું ૧૦૦% અને HSC માં ૯૩.૫૫% પરિણામ આવતા શાળા પરિવાર અને ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.કોલવણા હાઈસ્કૂલમાં અત્યાર સુધી માં SSC માં સૌથી વધુ ૯૨.૬૬% જેટલું ઊંચું પરિણામ મેળવી રઈશા મુબારક માંજરા એ ઇતિહાસ રચ્યો હતો. એટલુંજ નહિ રઈશાએ નાહીયેર કેન્દ્રમાં પણ પ્રથમ આવી શાળાનું અને ગામને ગૌરવ અપાવ્યુ હતુ.SSC માં બીજા ક્રમે રાઠોડિયા હીરલ શૈલેષભાઈ ૮૬.૫૦% અને તૃતીય ક્રમે પટેલ તનજીમાં મોહસીનભાઈએ ૮૨.૮૩% મેળવ્યા હતા.જ્યારે HSC માં પ્રથમ ક્રમે પટેલ સામિયા ઇશાકએ ૭૯.૨૮%,દ્વિતીય ક્રમે રાણા મુસ્કાનબાનું મનહરસિંહ ૭૮.૦૦% તેમજ તૃતીય ક્રમે માનુવાલા મુસ્કાન મુબારકે ૭૭.૪૨% મેળવી સિદ્ધિ હાંસિલ કરી હતી.ટ્રસ્ટી અબ્દુલભાઇ ગોઇડ,આચાર્ય પટેલ મોહસીનભાઈ, શાળા પરિવાર,શાળા સંચાલક મંડળ ના સદસ્યો, સરપંચ ઝફર ગડીમલ અને ગામના વડીલોએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી સૌ તરક્કીના સોપાનો સર કરે એવી દુઆઓ આપી હતી.

ઝફર ગડીમલ, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *