ભરૂચ જિલ્લામાં બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ અને તેજગતિનો પવનની સાથે કમૌસમી પડેલા વરસાદથી ઉનાળું પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આંબાવાડીમાં રહેલા આંબા ઉપરથી તેજગતિના પવનના કારણે કેરીઓ ખરી પડી છે.કેળાની કલમો જમીનદોષ થઇ ચુકી છે.તેજગતિ પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.ગ્રામ્યવિસ્તારમાં કેટલાક ઘરોના પતરા ઉડ્યા હતા. તાલુકાના કેટલાક ગામોમાં વીજપુરવઠો ખોરવાતા અંધારાપટ છવાઈ ગયું હતું.ત્યારબાદ સતત ત્રીજા દિવસે કમૌસમી વરસાદી માવઠાના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચતા ખેડુતોને આથિઁક ફટકો પડ્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com