Geo Gujarat News

વાગરા: દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ, દહેજ પોર્ટ સહિત વાઈટલ ઈન્સ્ટોલેશન પર મરીન પોલીસની ચાંપતી નજર

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર અને દહેજ પોર્ટ પર વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવી છે. સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમો સતત પેટ્રોલિંગ પણ કરી રહી છે. વાગરા તાલુકાના દહેજ મરિન પોલીસ પણ દરિયાઈ વિસ્તારમાં સતત નિરીક્ષણ કરી રહી છે.

ભરૂચ શહેર DYSP સી.કે પટેલના જણાવ્યા મુજબ શંકાસ્પદ પ્રવૃત્તિઓને તાત્કાલિક રોકવા સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે. મરિન પોલીસ દરિયાઈ વિસ્તારમાં નિરીક્ષણ કરી રહી છે. શંકાસ્પદ પ્રવૃત્તિઓને તાત્કાલિક રોકવા માટે તમામ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસ પણ સોશિયલ મીડિયા પર સતત વિશેષ નજર રાખી રહી છે. દેશદ્રોહ અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના મહત્વપૂર્ણ સ્થળો અને વાઈટલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી છે. ભરૂચ જિલ્લાના નાગરિકોને સુરક્ષાની અનુભૂતિ કરાવવા પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *