Geo Gujarat News

ઝઘડિયા: તરસાલી ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું, ૧૫ યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઇને સાંસારિક જીવણો પ્રારંભ કર્યો

સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચા દુર કરવાના શુભાશય સાથે સાંપ્રત મોંધવારીના યુગમાં દરકે સમાજના મોભીઓ પોતાનો સમાજ વ્યર્થ ખર્ચાઓથી દુર રહે એ માટે સમુહ લગ્નોત્સવ કાર્યક્રમો આયોજિત કરતા હોય છે.:- ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે આજરોજ જાનસીને શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ હમઝા અશરફ કીછોછવી ની ઉપસ્થિતિમાં ૯ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું,આ સમૂહ લગ્નોત્સવમાં ૧૫ જોડાઓ નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા હતા, શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્વારા દુલ્હનોને ને પેટી પલંગ, કબાટ, રેફ્રિજરેટર, જેવી ઘર વપરાશની ૬૫ જેટલી વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી, સમાજમાંથી ખોટા અને કુરિવાજો દૂર કરવા અને ખોટા ખર્ચાઓથી બચાવવા તેમજ સમાજના સમય, શક્તિ નાણાની બચત થાય તેવા ઉદ્યેસ્યથી સમૂહ શાદી નું આયોજન કરવામાં આવે છે,કાર્યક્રમના અંતિમ ચરણમાં બાવા સાહેબ દ્રારા ખુતબો, સલાતો સલામ અને દુવા ગુજારવામા આવી હતી આયોજિત સમૂહ લગ્નોત્સવમાં જાનશીનએ શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ હમઝા અશરફ કીછોછવીની,શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલીના સભ્યો, ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા,સૈયદ પરવેઝ બાબા, પ્રિયાંકભાઈ દેસાઈ, બચુભાઈ માસ્ટર, કનુભાઈ વસાવા તેમજ ખ્વાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ તરસાલી બ્રાંચના સભ્યો, આયોજનમાં મદદરૂપ થનાર સખી દાતાઓ અને મહાનુભાવો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી 92 બ્રાન્ચના સભ્યો અને ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને પાર પાડ્યો હતી.

Kadar Khatri
Author: Kadar Khatri

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *