Geo Gujarat News

મિસ્ટર એન્ડ મિસ સિનિયર પેજન્ટ ઈન્ડિયા 2025 – શાન, સંઘર્ષ અને શોખની ઉજવણી

પીચ ઈવેન્ટ્સ દ્વારા રજૂ થયેલ અને રેખા દેસાઈ દ્વારા આયોજિત કરવામાં આવેલ મિસ્ટર એન્ડ મિસ સિનિયર પેજન્ટ ઈન્ડિયા 2025 ની ગ્રાન્ડ ફિનાલે ગઈકાલે ભવ્ય રીતે યોજાઈ, જેને ભારતીય પેજન્ટ ઈતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવશે. આ અનોખી ઈવેન્ટ 55 વર્ષથી વધુ ઉંમરના લોકોની સુંદરતા અને આત્મવિશ્વાસનો ઉત્સવ હતો, જેમાં ઉંમર અને સૌંદર્ય વિશેની જૂની માન્યતાઓ તોડી પાડવામાં આવી હતી. શાકિર શેખ દ્વારા ચાર દિવસની ગાઈડન્સ અને ગ્રૂમિંગ પછી, અંતિમ સ્પર્ધકો સ્ટેજ પર ટેલેન્ટ રાઉન્ડ અને પ્રશ્નોત્તરી સહિતના વિવિધ રાઉન્ડમાં ઝલકતા જોવા મળ્યા, જ્યાં તેમની શોખીનતા સાથે જીવનનું અનુભવ પણું દેખાયું. આ ગ્લેમરસ શામને સંચાલિકા સિમરન આહુજાએ હોસ્ટ કરી હતી.

વિજેતાઓ – મહિલા કેટેગરી:
વિજેતા: પુનમ પ્રતિભા શર્મા
પ્રથમ રનર-અપ: રેખા શાહ
દ્વિતીય રનર-અપ: કિરણ ખુરાના
ત્રીજું રનર-અપ: અનીતા ચઢ્ઢા

વિજેતાઓ – પુરૂષ કેટેગરી:
વિજેતા: કેપ્ટન રાજેશ યાદવ
પ્રથમ રનર-અપ: શ્રી માયુરેશ શિરોળકર
દ્વિતીય રનર-અપ: શ્રી હેમંત પંડા
ત્રીજું રનર-અપ: શ્રી રાજ શ્રીનિવાસન

આ વિશિષ્ટ ઇવેન્ટને અનુભવી પેનલ દ્વારા જજ કરવામાં આવી હતી, જેમાં અલ્પના બુચ (અનુપમા ફેમ), સુજાતા મહેતા, સંજય છેલ, દીપક તિજોરી અને ચીરાગ બમ્બોટ સામેલ હતા. સાથે જ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી અભિનેતા મનોજ જોશી, ઍડવોકેટ અમિત મહેતા, અભિનેત્રી મનમિત કૌર, કાસ્ટિંગ ડિરેક્ટર મનપ્રિત રાયત, અભિનેત્રી મનપ્રીત કૌર, હર્નીત કૌર, સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ નિશાંખ સૈનાની અને પરફેક્ટ વુમન મેગેઝિનના એડિટર ડૉ. ખૂશી ઠક્કર તેમજ અમારા પાર્ટીસીપન્ટ કિરણ ખુરાના આમંત્રણ ને માન આપીને કપિલ શર્મા શો ના સફળ કોમેડિયન સુમોના ચક્રવર્તી સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ સ્ટાર પાવર અને સમર્થન આપ્યું. આ રાત્રિ ભાવનાત્મક અને પ્રેરણાદાયક રહી. જ્યારે વિજેતાઓ જાહેર થયા ત્યારે ખુશીની અને ગૌરવની લાગણી સ્ટેજ પર છવાઈ ગઈ – આંખો ભીની થઈ ગઈ અને દિલો ખુશખુશાલ થઈ ગયાં.

આ ઈવેન્ટના પાર્ટનર્સમાં બ્રાઇટ આઉટડોર મીડિયા (આઉટડોર મીડિયા પાર્ટનર), નૂસારાં (ફૂડ પાર્ટનર), બાલાજી (ડિજિટલ પાર્ટનર), બાયએર (ટ્રાવેલ પાર્ટનર), હેમ અગરબત્તી અને કિલર (ગિફ્ટિંગ પાર્ટનર) તેમજ સ્કિન પાર્ટનર તરીકે “ડર્મા ડિઝાઇન બાય નૌશીન ઝેરી”, તેમજ સેટ ડિઝાઈન નું પ્રોડક્શન મુંજલ થીમ્સ એન્ડ ઓકેઝન દ્વારા કરવામાં આવ્યું હતું.

આ યાદગાર અને સુસજ્જ ઈવેન્ટ એ સાબિત કરી દીધું કે ઉંમર માત્ર એક આંકડો છે. આવનારા સમયમાં આવી વધુ પ્રેરણાદાયક અને ભવ્ય ઉજવણીના સંકલ્પ સાથે – આત્મવિશ્વાસ, શોખીનતા અને જીવનના ઉત્સવને સલામ! આ શોનું આયોજન સ્વપ્ન નગરી મુંબઈ ખાતે ના વાંદરા સ્થિત સુદંર બાલગંધર્વ રંગમંદિર ઑડિટોરીયમ ખાતે કરવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *