અંકલેશ્વરની ઇએસઆઈસી હોસ્પિટલ ખાતે એકાએક આકસ્મિક આગની ઘટના સર્જાતા તાલુકા વહીવટી તંત્રએ ભારે જહેમત બાદ ઘટના પર કાબુ મેળવ્યો હતો. ઇએસઆઈસી હોસ્પિટલમાં આગ લાગતાની સાથે જ તાત્કાલિક અસરથી સંબંધિત અધિકારીઓએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરી હતી, અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ, ઘટનાસ્થળે પહોંચી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ફસાયેલા લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા હતા, અને બે લોકો ઇજા થતા ટ્રોમા સેન્ટર ખાતે ખસેડાયા હતા.

ડીપીએમસી ફાયરના જવાનો એ આગ લાગે ત્યારે સૌ પ્રથમ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન તેમજ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની કામગીરી તેમજ આગ ઉપર કાબુ મેળવવા સહીતની કામગીરીની સમગ્ર પ્રક્રિયા મોકડ્રીલમાં કરવામાં આવી હતી. અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા ફાયર વિભાગ અને હોસ્પિટલનું પ્રશાસન કેટલું સજ્જ છે તે ચકાસવામાં આવ્યું હતું.

અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ તેમજ ફાયર ઓફિસર પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા અને સુરક્ષા તેમજ સલામતીના પગલાની ચકાસણી કરી હતી. આ તકે , મામલતદાર કરણસિંહ રાજપૂત, જીઆઇડીસી પોલીસ અને ડીપીએમસી ફાયરના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com