ગુજરાતના ભરૂચના સરનાર ગામની દીકરી આફરીન પટેલે ગુજરાતની સાથે ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પટેલ આફરીન મૂળ ભરુચના સરનાર ગામની દીકરી છે. અને હાલમાં તેણી તેના માતા પિતા સાથે સાઉથ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં સ્થાયી થયા છે. આફરીન વેન્ડા ટાઉનની લિવ્હા સંયુક્ત સ્કૂલમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે. ધોરણ ૧૨ ની પરીક્ષામાં આફરીને ટોપ રેન્કિંગ સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગુજરાત, પરિવાર, ગામ અને સાથે સાથે ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આફરીને પોતાની અનેરી સિદ્ધિ માટે તેઓના વર્ગ શિક્ષક તેમજ માતા પિતાને પ્રેરણાદાયી ગણાવ્યા છે. આફરીને પ્રાપ્ત કરેલી સિદ્ધિ બદલ તેણીનું વેન્ડામાં ભવ્યા તિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે તેણીને શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભરૂચની દિકરી આફરીને અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરતા તેણી પર દેશ પરદેશથી અભિનંદનના અવિરત સંદેશાઓ આવી રહ્યા છે.
Author: Kadar Khatri
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241