Geo Gujarat News

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયો ભરૂચ જિલ્લો : ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠ્યું ભરૂચ, મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા ભરૂચના માતરિયા તળાવથી નર્મદા સ્ટેચ્યુ પાર્ક સુધી સુધીની તિરંગા યાત્રા યોજાઈ હતી. ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને સંતો-મહંતો સહિત જિલ્લાના અગ્રણીઓએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બહેનોના માથેથી સિંદૂર ઉજાડનાર આતંકીઓના બર્બર કૃત્યનો બદલો લેવાનું વડાપ્રધાનશ્રીએ દેશને આપેલુ વચન ભારતીય સેનાએ શૌર્ય અને વીરતા સાથે પૂર્ણ કર્યું છે, આતંકવાદીઓને પાળીપોષી રહેલા પાકિસ્તાન પર પ્રહાર કરીને ભારતીય સેનાએ પોતાની અમાપ શક્તિ અને સામર્થ્યનો દુનિયાને પરિચય કરાવ્યો છે. ભારતીય જવાનોની વીરતા કાજે, ભરૂચ નગરમાં યોજાયેલ તિરંગા યાત્રામાં દેશભક્તિનો નારો ગુંજી ઊઠ્યો હતો.

ભારતીય સેનાએ મા ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં તિરંગા યાત્રામાં પૂર્વ સૈનિકો, જિલ્લાના આગેવાનો, મુસ્લિમ બંધુઓએ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો યાત્રામાં જોડાઈને ‘ભારત માતા કી જય અને વંદે માતરમ્’ના જયઘોષ સાથે ભારતીય સૈનિકોના અભૂતપૂર્વ પરાક્રમને બિરદાવ્યું હતું. રાષ્ટ્રભક્તિના ગીતો અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરતા નારાઓ સાથે લોકોએ હાથમાં તિરંગો લઈ યાત્રાને આવકારી હતી.

તિરંગા યાત્રામાં, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્ય સર્વેશ્રીઓ રમેશભાઈ મિસ્ત્રી, અરૂણસિંહ રણા,ડી.કે. સ્વામી, ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના સદસ્યો, જિલ્લા આગેવાનો, પૂર્વસૈનિકો, એનજીઓ, વિદ્યાર્થીઓ, વ્યાપારીઓ, સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *