વડોદરા શહેર પી સી બી પોલીસે દારૂના જથ્થા સાથે બે મહિલા સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડતા ગેરકાયદેસર દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પી સી બી પોલીસના કર્મીઓને બાતમી મળી હતી કે સુરત ખાતે રહેતો ખીવારામ માળી નામનો ઇસમ પોતાની સેવરોલેટ સ્પાર્ક સફેદ કલરની ફોર વ્હીલરમાં મહીલાને બેસાડી જેઓની આડમાં આ ફોર વ્હીલરમાં વિદેશી દારૂ ભરી લાવ્યો છે. અત્રે ગોલ્ડન ટોલ નાકા થઇ પસાર થનાર છે.જે હકીકત આધારે માહીતી મુજબની જગ્યાએ રેઇડ કરતા ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે મહીલા સહીત ત્રણ ઇસમોને ઝડપી પાડી હરણી પોલીસ મથક ખાતે પ્રોહીબીશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસે કુલ કીમત રૂપિયા ૧,૬૬,૯૭૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે.
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096