ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક એક ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર યુવકનું મોત થયું હતું જ્યારે બીજા ઇસમને ગંભીર ઇજાઓ થઇ હતી. ઉમલ્લા પોલીસ મુજબ ગતરોજ તા.૧૭ મીના રોજ બપોરના દોઢ વાગ્યાના સમયે ઉમલ્લા ગામે રહેતો કમલેશ તડવી નામનો યુવક ફળિયામાં રહેતા સંજયભાઇ વસાવા સાથે મોટરસાયકલ પર ઘરે આવ્યો હતો અને જમવાનું ટીફિન આપીને ફરી પાછો તેના કામે ગયો હતો,ત્યારબાદ સવા બે વાગ્યાના અરસામાં તેના પરિવારજનોને ખબર મળી હતી કે કમલેશની મોટરસાયકલને એક ટ્રકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. પરિવારના લોકો ખાખરીપુરા ઉમલ્લા વચ્ચેના માર્ગ પર ઘટના સ્થળે દોડી ગયા હતા,ત્યારે ઇજાગ્રસ્ત કમલેશ અને સંજયભાઇને એમ્બ્યુલન્સમાં ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયા હોવાની જાણ થઇ હતી. ઇજાગ્રસ્ત કમલેશને દવાખાનામાં ફરજ પરના તબીબે મરણ પામેલ જાહેર કર્યો હતો અને તેની સાથેના સંજયભાઇને ગંભીર ઇજાઓ થયેલ હોઇ વધુ સારવાર માટે રાજપીપલા લઇ જવાયા હતા. ઘટના સંદર્ભે ઉમલ્લા પોલીસે અકસ્માત કરી પોતાનું વાહન લઇને નાશી ગયેલ ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com