Geo Gujarat News

કરજણ: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી 57 લાખ ઉપરાંતના દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ, બીયરની 1157 પેટીઓ લઈને જતો ટ્રક ઝડપાયો…


વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ નજીકથી વડોદરા એલ સી બી પોલીસે અધધ… કહી શકાય એટલો જંગી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડતા ગેરકાયદેસર દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધાવટ ચોકડી પાસે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવી વડોદરા તરફ બીયરનો જથ્થો લઈને આવી રહેલી ટ્રકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રૂપિયા 57 લાખની કિંમતની બીયરની 1157 પેટીઓ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. ભરૂચ તરફથી ટ્રકમાં દારૂ‌-બિયરનો જથ્થો વડોદરા તરફ આવી રહ્યો હતો. જે બાતમીના આધારે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કુણાલ પટેલને માહિતી મળી હતી કે ભરૂચ તરફથી એક ટ્રકમાં દારૂ‌-બીયરનો જથ્થો વડોદરા તરફ આવી રહ્યો છે. જે માહિતીના આધારે એલસીબી સ્ટાફને વાહનો ચેકિંગ કરવા સૂચના આપી હતી. જે સૂચનાના આધારે એલસીબીનો સ્ટાફ ધાવટ ચોકડી પાસે વોચમાં ગોઠવાઈ ગયો હતો. ટ્રકના સામાન નીચે બીયરનો જથ્થો હતો.


દરમિયાન ભરૂચ તરફથી આવી રહેલા શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી હતી. ટ્રકના ચાલક રાજેશ વેનશીમલ જેસવાણીને ટ્રકમાંથી નીચે ઉતારીને તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ટ્રકમાં ભરેલા સામાન નીચે 1157 પેટીઓ મળી આવી હતી. આ પેટીઓ ખોલીને તપાસ કરતા તેમાંથી બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા 57,22,560ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો. સાથે રાજ જેસવાનીની રહે. અમદાવાદની પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ બીયરનો જથ્થો બન્નાજી નામના વ્યક્તિએ ભરી આપ્યો હતો. અને અમદાવાદ ખાતે પહોંચી ફોન કરવાનો હોવાનું જણાવ્યું હતું. જોકે, બીયરનો જથ્થો ભરેલો ટ્રકચાલક નિયત સ્થળે પહોચે તે પહેલાં કરજણ હાઇવે ઉપર પકડાઇ ગયો હતો. પોલીસે રૂપિયા 67,29,560નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ટ્રકચાલક રાજેશ જેસવાણી અને બીયરનો જથ્થો ભરાવનાર બન્નાજી સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કરજણ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Saifali Bhatti
Author: Saifali Bhatti

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *