Geo Gujarat News

ઝઘડીયા: ITI ખાતે પ્રવેશસત્ર-૨૦૨૫ના પ્રથમ રાઉન્ડ માટે ૦૯મી જુલાઈએ મેરિટ લીસ્ટ પ્રસિદ્ધ કરાશે

આઈ.ટી.આઈ, ઝઘડીયા ખાતે પ્રવેશસત્ર-૨૦૨૫ના નવા તાલીમી સત્રમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશફોર્મમાં ભરવાની કાર્યવાહી તા.૨૪/૦૪/૨૦૨૫ થી ચાલુ કરવામાં આવી છે. પ્રવેશફોર્મ ભરવાની છેલ્લી તારીખં:૩૦/૦૬/૨૦૨૫ સમય સાંજના ૦૫:૦૦ કલાક સુધીની છે. આઈ.ટી.આઈ ખાતે પ્રવેશફોર્મ વિના મુલ્યે રજીસ્ટર કરવાની છેલ્લી તારીખ ૩૦મી જુન છે.પ્રથમ રાઉન્ડ માટે મેરિટ લીસ્ટ ૦૯મી જુલાઈએ પ્રસિદ્ધ કરાશે. તેમજ રૂબરૂ ૧૮ થી ૨૪ જુલાઈ દરમિયાન યોજવામાં આવશે. નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો એ અત્રેની સંસ્થાની મુલાકાત લઇ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી કૌશલ્ય તાલીમનો લાભ લેવા ઝઘડિયાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *