Geo Gujarat News

વડોદરા :શહેર પી.સી.બી. પોલીસે કમરમાં દેશી હાથ બનાવટની ગેરકાયદેસરની પિસ્ટલ (અગ્નીશસ્ત્ર) સાથે રાખી ફરતા ઇસમને ઝડપી પાડયો

કમરમાં દેશી હાથ બનાવટની ગેરકાયદેસર પિસ્ટલ સાથે ફરતા એક ઈસમને વડોદરા શહેર પી સી બી. પોલીસે ઝડપી પાડયો હતો. પી.સી.બી. નાએ . એસ.આઇ  હેમંત તુકારામ તથા હે.કો.મહિપતસિંહ ભનાભાઇ નાઓને બાતમી હકીકત મળી હતી કે અગાઉ વડોદરા શહેરમાં શરીર સબંધી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતો શાનવાઝ ઉમરભાઇ સુન્ની હાલમાં ગોસાઇ ટેકરા પાસે મગર સ્વામી આશ્રમ રોડ ઉપર બેસેલો છે.

જેની પાસે દેશી હાથ બનાવટનું અગ્નિશસ્ત્ર છે જે તેણે પહેરેલ કાર્ગો પેન્ટના કમરના ભાગે સંતાડી રાખેલ છે અને જેણે બદનમાં રાખોડી કલરનુ કાર્ગો પેન્ટ તથા પિસ્તા કલરની હાફ બાંયની ટી-શર્ટ પહેરેલ છે. જે હકીકત આધારે માહીતી મુજબની જગ્યાએ રેઇડ કરતા કમરના ભાગે સંતાડી રાખી જાહેરમાં ફરતા એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્ટલ (માઉઝર) સાથે ઝડપી પાડી સીટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Saifali Bhatti
Author: Saifali Bhatti

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *