Geo Gujarat News

શિનોર: મોટાકરાળા ગામના યુવકનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી શોધખોળ કરી બહાર કાઢવામાં આવ્યો

શિનોરના મોટાકરાળા ગામનો યુવક નર્મદા કેનાલમાંથી કરજણ ફાયર ટીમ દ્વારા શોધખોળ આદરી બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. ૧૮-૦૫-૨૫ ના રોજ એક યુવક નામે મિરાજ ભીલ મોટાકરાળા ગામ ખાતે નર્મદા કેનાલમાં કોઇ અગમ્ય કારણોસર ડૂબી જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા કરજણ ફાયર ટીમ દ્વારા ડૂબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કરજણ ફાયર વિભાગ દ્વારા ફાયર વિભાગની ટીમ બોટ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ડૂબી ગયેલા યુવકની શોધખોળ કરી  મૃતદેહ કેનાલની બહાર કાઢી  પોલીસને સુપ્રત કર્યો હતો. આશાસ્પદ યુવકના અકાળે મોતના પગલે મોટાકરાળા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

Saifali Bhatti
Author: Saifali Bhatti

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *