અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભરૂચ જિલ્લામાં આગામી તા. 22થી 28 મે, 2025 દરમિયાન પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આ આગાહીને પગલે જિલ્લા ડીઝાસ્ટર શાખાએ સાવચેતી સૂચનાઓ જાહેર કરી છે.જિલ્લા તંત્રે નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા સૂચના આપી છે. નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.

લોકોને ટોર્ચ, બેટરી, દવાઓ, પીવાનું પાણી અને સૂકો ખોરાક જેવી આવશ્યક વસ્તુઓ સાથે જિલ્લા તંત્રે નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા સૂચના આપી છે. નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. લોકોને ટોર્ચ, બેટરી, દવાઓ, પીવાનું પાણી અને સૂકો ખોરાક જેવી આવશ્યક વસ્તુઓ સાથે રાખવા જણાવાયું છે. વીજળીના ખુલ્લા તાર અને ભીના વિજ ઉપકરણોથી દૂર રહેવાની સલાહ અપાઈ છે. વાહન ચાલકોને પાણી ભરાયેલા માર્ગો ટાળવા સૂચના અપાઈ છે. તંત્રે લોકોને માહિતી માટે માત્ર રેડિયો, ટીવી અને સત્તાવાર સોશિયલ મીડિયા પર આધાર રાખવા જણાવ્યું છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશરની અસર : દરિયામાં રહેલા માછીમારોને તાત્કાલિક કિનારે પરત ફરવા આદેશ અપાયો છે. આગામી દિવસોમાં દરિયો કે નદીમાં માછીમારી પર પ્રતિબંધ મુકાયો છે. મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. કટોકટીના સમયે સંપર્ક માટે જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમનો નંબર ૦૨૬૪૨-૨૪૨૩૦૦ અને ટોલ ફ્રી નંબર ૧૦૭૭ જાહેર કરવામાં આવ્યા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com