Geo Gujarat News

ભરૂચ: ભારે પવનના કારણે શહેરના લીમડી ચોક વિસ્તારમાં આવેલ વર્ષો જુના લીમડાનું ઝાડ ધરાશાયી થયું

અરબસાગરમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમના કારણે તે આજે ડીપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે. આ પરિસ્થિતિને પગલે આગામી સાત દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તેના અનુસંધાને ગુરુવારે મોડી રાત્રે ભરૂચ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે ભરૂચ શહેરના લીમડી ચોક વિસ્તારમાં આવેલા વર્ષો જુના લીમડાના ઝાડ ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટના નજીકની દરગાહ પાસે બની હતી, અને તેનું લાઈવ દૃશ્ય એક વ્યક્તિએ તેના મોબાઈલના કેમેરામાં કેદ કર્યું હતું. સદનસીબે, ઘટના રાત્રિના સમયે બની હોવાના કારણે કોઈ જાનહાની નથી થઈ, જેને પગલે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *