Geo Gujarat News

ભરુચના સાંસદ મનસુખ વસાવાએ SOU ખાતેના સ્થાનિક આદિવાસીઓના મકાનો તોડી પાડતા મુખ્ય મંત્રી ને લખ્યો પત્ર.

આજથી થોડા દિવસ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાસનને મકાનો તેમજ દુકાન પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી જેના કારણે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તમામ આદિવાસી સમાજના નેતાઓને પક્ષાપક્ષી છોડી એક થઈ જવા માટે આહવાન કર્યુ હતુ તેના જ લઈ ગઈકાલે નર્મદા જિલ્લામાં SOU ના અધિકારીઓને મળી ચૈતર વસાવાએ પિડિતોને યોગ્ય વળતર આપવા માગ કરી હતી ત્યારે હવે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે જેમ સાંસદ મનસુખ પત્રમાં જણાવ્યું હતું કે કેવડીયા કોલોની વિસ્તારના જીલ્લા પંચાયતના ભાજપના સભ્ય, ગરૂડેશ્વર તાલુકાના ભાજપના પ્રમુખ તથા સ્થાનિક આગેવાનોએ મને રૂબરૂમાં મળીને લેખિત તથા મૌખિકમાં આ વિસ્તારના જે સળગતા પ્રશ્નો છે જેમાં ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે ઉભા ઘરો હતા તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટી તંત્ર દ્વારા આગામી ચોમાસાની ઋતુ બેસવાના ૧ માસ પુર્વે તોડી નાંખવામાં આવ્યા છે. તે યોગ્ય નથી. સ્થાનિક આદિવાસી લોકોના રોજગાર ધંધા માટેના મહત્વના પ્રશ્નોની રજુઆત મારી સમક્ષ કરી છે અને તેઓની રજુઆતમાં મને તથ્ય જણાય છે. તો આ બાબતે તાત્કાલિ આદિવાસીઓના પ્રશ્નોના સમયસર ઉકેલ લાવવા માટે મીટીંગ બોલાવવી જોઇએ. આ જ પ્રશ્નો બાબતે જીલ્લાના બીજા પણ પદાધિકારીઓને તેમને રૂબરૂ મળીને આ બાબતેની ચર્ચા કરી છે. નર્મદા જીલ્લાના સ્થાનિક આગેવાનોની આપના લેવલે બેઠક બોલાવી યોગ્ય ઉકેલ લાવવા પત્ર મા સાંસદ મનસુખભાઈ વસાવા એ માંગ કરીછે.

Kadar Khatri
Author: Kadar Khatri

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *