આગામી પાંચમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદર્શનનો અંત” ની થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે.

અંકલેશ્વરની ત્રણ રસ્તા માર્કેટ તથા APMC માર્કેટ વિસ્તારમાં ૫૨.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. ૫૮૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરાયો :- કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્યમાં ઠેર – ઠેર પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતાં/વાપરતાં વેપારીઓની દુકાને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજરોજ અંકલેશ્વર શહેરમાંના ૧૧ વેપારીઓ પાસેથી ૫૨.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર નગરપાલિકા અને GPCB અંકલેશ્વરની સ્પેશિયલ ટીમ દ્વારા ત્રણ રસ્તા માર્કેટ તથા APMC માર્કેટ વિસ્તારમાં પ્લાસ્ટીક ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા તેને જપ્ત કરી ૧૧ ઈસમો પાસેથી રૂ. ૫૮૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ શહેરના નાગરિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક ન વાપરવા નગરપાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096