આગામી પાંચમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદર્શનનો અંત” ની થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. તેથી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્યમાં ઠેર – ઠેર પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા માટે જાગૃતત્તા ફેલાવવામાં આવી રહી છે.
પર્યાવરણની જાળવણીના ઉદ્દેશને સફળ બનાવવા માટે એસ.ટી. કર્મચારીશ્રીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને કાયમી ધોરણે બંધ કરવાની અપીલ કરી હતી. પ્લાસ્ટિક બોટલ, પ્લાસ્ટિક થેલીઓ સહિતના પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ સાથે નિગમના કર્મચારીઓ મુસાફરોમાં પણ પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા બાબતે સંદેશો પહોંચાડશે તેમજ જાગૃતતા ફેલાવશે તેવા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.

સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે. નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃત્તિ આવે તે માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે સાથે પ્લાસ્ટિકના કારણે પશુઓના અને માનવના આરોગ્ય પર ખતરો તોળાઇ છે. નાગરિકો જાગૃત્ત બનીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કાયમી ધોરણે ઉપયોગ બંધ કરે તે જરુરી છે. ધારી એસ.ટી. બસ સ્ટેશન ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરવા માટેની ઝુંબેશમાં એસ.ટી. અધિકારીશ્રીઓ-કર્મચારીઓ જોડાયા હતા.
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096
