ભરૂચ જિલ્લાના વાગરા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ બેંકના ખાતેદારના પરિવારને બે લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રણજીતસિંહ ભૂપતસિંહ રાઠોડ કે જેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં તેઓએ એકાઉન્ટ ખોલાવ્યું હતું. સાથે-સાથે તેઓએ પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ વીમો પણ લીધો હતો. રણજીતસિંહનું ગત ફેબ્રુઆરી માસમાં અવસાન થયું હતું. તેઓએ બેંકમાં પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ વીમો લીધો હોઇ તેઓના પરિવારને બેંક દ્વારા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. બેંક અધિકારીએ વધુમાં વધુ ખાતેદારોને પ્રધાનમંત્રી જીવન વીમા યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. 2 લાખનો ચેક અર્પણ થતા પરિવારજનોએ બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com