Geo Gujarat News

ભરૂચ: વલસાડ-દાહોદ ઇન્ટરસિટીને પાલેજ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા માંગ, પત્ર લખી રજુઆત કરાઈ

તા ૨૭/૦૫/૨૦૨૫ ના શરૂ થનાર ૧૯૦૧૧/૧૯૦૧૨ વલસાડ દાહોદ ઇન્ટરસિટીને પાલેજ (PLJ) રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા માટે ડી.આર.એમ વડોદરાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લઘુમતી વિભાગ સોશિયલ મીડિયાના પુર્વ ચેરમેન જુનેદ પટેલ દ્વારા પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું છે, કે પાલેજ એક મહત્વપૂર્ણ સ્ટેશન છે. અને પાલેજ સ્ટોપેજ આપવાથી આસપાસના ગામના વડોદરા, દાહોદ સહિતના મુસાફરોને રાહત થશે, વધુમાં રેલવે વિભાગને પણ આર્થિક ફાયદો થશે તેમ જણાવ્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *