Geo Gujarat News

8 માળની બર્નિંગ બિલ્ડિંગ : દહેજની શ્વેતાયન કેમટેક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા, લોકોમાં ભયનો માહોલ!

વાગરા તાલુકાની દહેજ જીઆઇડીસી માં આગની ઘટના બનવા પામી હતી. ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. સમગ્ર બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે રવિવારે સાંજના સમયે વાગરાની દહેજજીઆઇડીસી ની એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાંની જાણ થતાંજ ફાયર લાશકારો ટેન્ડરો લઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. કંપનીના સતત બ્લાસ્ટ થવાને કારણે લોકો ભયભીત બન્યા છે. આગની ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી સાથે ભયનો માહોલ ઉદ્દભવ્યો હતો. દહેજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી આરંભી હતી.

જોકે આગ કઈ કંપનીમાં લાગી છે. તે ચોક્કસ જાણી શકાયું નથી. પરંતુ દહેજ જીઆઇડીસી ની શ્વેતાયાન કેમ્પેક્ટ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આ ઘટના સર્જાઈ હોવાનું આધારભૂત સૂત્રો થકી જાણવા મળ્યું છે. આ લખાઈ રહ્યું છે. ત્યાં સુધી ઘટનામાં કોઈ જાનહાનીના એહવાલ સાંપડ્યા ન હતા. પરંતુ બિલ્ડીંગના ઉપરના માળે કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી પણ સાંપડી રહી છે. ઘટનામાં 5 થી 7 કામદારો દાઝ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે.જોકે 10 જેટલા ફાયર ટેન્ડરો સ્થળ ઉપર પહોંચી ફાયર કર્મીઓ આગ બુજાવવા સાથે બચાવ કામગીરીમાં જોતરાઈ ગયા છે. ઉપર ફસાયેલા લોકોને ક્રેનની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાની સાથે જ વાગરા મામલતદારની ટીમ પણ દહેજ જવા રવાના થઈ ગઈ છે. રાત્રે 8 કલાકે પણ આગ હજુ સુધી કાબુમાં આવી નથી. ઘટનાની વધુ માહિતી અમે સતત અપડેટ કરી રહ્યા છે.

શ્વેતાયન કેમટેક ફાર્માની ભીષણ આગ કાબૂમાં લેવાઈ, ફાયર બ્રિગેડે કુલિંગ પ્રક્રિયા શરૂ કરી:- પ્રાથમિક માહિતી મુજબ, તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, આગના કારણે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. દરમિયાન બિલ્ડિંગમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્કયુ કરાયું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ, કેમિકલ રિએકશન અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. આ ઘટના દહેજ ઔદ્યોગિક વસાહતમાં ચિંતાનો માહોલ સર્જે છે. આ વિસ્તારમાં કેમિકલ કંપનીઓની સંખ્યા વધુ હોવાથી આવી ઘટનાઓની શક્યતા હંમેશા રહે છે. સ્થાનિક લોકો અને કર્મચારીઓ દ્વારા સલામતીના પગલાં વધુ મજબૂત કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે. આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે. જોકે, હજુ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *