ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આજે વિશાળ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર 1200 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે આ યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. યાત્રાની શરૂઆત તુલસીધામ માર્કેટ થી થઈ યાત્રા સોમનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી હતી. આ યાત્રામાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, માજી ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ,ભરૂચ જિલ્લા બીજેપી મહામંત્રી નિરલભાઈ પટેલ, દિવ્યેશભાઈ પટેલ, અજયસિંહ રણા, આયોજક પ્રયાગરાજ વાંસિયા અને ભોલાવ પંચાયતના સભ્યો તેમજ સોસાયટી વિસ્તારના આગેવાનોએ નેતૃત્વ કર્યું હતું.

આ યાત્રામાં મોટી સંખ્યામાં ભોલાવ ગામના લોકો, વિવિધ એનજીઓ, સમાજસેવકો, હોમગાર્ડના જવાનો, રિટાયર આર્મી મેન, અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ યાત્રામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. માર્ગમાં ઠેર ઠેર લોકોએ આ 1200 ફૂટ લાંબી રાષ્ટ્ર ધ્વજ ની યાત્રાનું સ્વાગત કર્યું હતું.

યાત્રા દરમિયાન દેશભક્તિ ના સૂત્રોચાર ગૂંજ્યા હતા અને ડીજે સાથે રાષ્ટ્ર ભક્તિના ગીતો સાથે ભારતીય સેનાના શૌર્ય અને સાહસ ગાથાનું ગુંજન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિ ના રંગે રંગાયું હતું. ભાજપના નેતાઓ અને આયોજક પ્રયાગરાજ સિંહ વાસિયા એ જણાવેલ કે આ યાત્રા ઓપરેશન સિંદૂર માં પાકિસ્તાન સામે વિજય અપાવનાર દેશ ના વીર જવાનો પ્રત્યેનું ઋણ સ્વરૂપ માનસિક નમન છે,, દેશ માટે શહીદ થયેલા જવાનોની યાદમાં અને ભારતીય સેનાના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભોલાવ ની જનતા મા રાષ્ટ્રપ્રેમ અને સેના પ્રત્યે ગૌરવ અને લાગણીની ભાવના વધારવાનો હતો.
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096