ભરૂચના વરેડિયા સ્થિત હજરત સૈયદ દૌલાશાહ બાવા સરકારના ઉર્સ શરીફની ઉજવણી કરાઇ હતી. તારીખ 24/05/2025 ના શનિવાર ના રોઝ ઈશા ની નમાઝ બાદ હઝરત સૈયદ અબ્દુલ હક બાવા સાહેબના પરિવારનજનોની હાજરીમાં ગુસલ શરીફ નું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ બીજા દિવસે સવાર માં તારીખ 25/05/2025 ના રવિવાર ના રોજ સવારમાં સલામ અને નાત શરીફની સાથે સંદલ શરીફનું જુલુસ મસ્જિદ ચકલામાં થી પ્રસ્થાન થયું હતું.

હઝરત અબ્દુલ હક બાવા ના પરિવારજનોએ હાજરી આપી શાનો શોકત સાથે જુલુસ હઝરત સૈયદ દૌલાશાહ બાવા સરકાર ના આસ્તાના પર પહોંચ્યું હતું.

ત્યાર બાદ દરગાહના ખાદીમ હઝરત સૈયદ મોહમદ હનીફ બાવા અને દરગાહના ટ્રસ્ટી સૈયદ ઇક્ટેડાર બાવા ,સૈયદ નિયાઝ બાવા ,સૈયદ અનવર બાવા અને અન્ય સાદાતે કિરામના મુબારક હસ્તે સંદલ શરીફ , ગિલાફ શરીફ ચઢાવામા આવ્યા હતા. ત્યાર બાદ ફાતિહા દુઆ કરવામાં આવી અને સલામ બાદ ઉર્સ ના કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો સાથે સાથે સામૂહિક ભોજન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું…
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096