Geo Gujarat News

ભરૂચ: ચોરીના ગુનામાં છેલ્લા છ (૬) વર્ષથી નાસતા-ફરતા આરોપીને છોટાઉદેપુર ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ

છેલ્લા છ વર્ષથી ચોરીના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફર્લો સ્કોડ પોલીસે છોટાઉદેપુર ખાતેથી ઝડપી પાડયો છે પ્રાપ્ત માહિતી અનુસાર પો.ઇન્સ.એ.કે.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે છોટા ઉદેપુર ખાતે તપાસમા ગયા હતા.તે દરમ્યાન મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી સુરેન્દ્ર ઉર્ફે સુરેન સુરસિંહ ધાનુક (ભીન્ડે) રહે.કવછા તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્ય પ્રદેશ) નાઓને છોટા ઉદેપુર,સેન્ટર પોઇન્ટ પાસેના શોપીંગ પાસેથી હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા માટે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં સુપ્રત કરવામાં આવ્યો છે.

Saifali Bhatti
Author: Saifali Bhatti

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *