આમોદ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રથમ વર્ગ શિક્ષા વર્ગ અંતર્ગત તારીખ 27. 5.2025 ના રોજ સાંજના 5:30 કલાકે આમોદ નગરની સંસ્કાર વિદ્યાલયથી નીકળી ભીમપુરા રોડ, વણકર વાસ, કાછિયાવાડ, ઊભી શેરી, રાણા સ્ટ્રીટ, બગસિયા ચોળા , સરીપાપોર, હિંમતપુરા, આમોદ ચાર રસ્તા, મામલતદાર કચેરી, તિલક મેદાન, દિલાવર મંજિલ, જનતા ચોક, બહુચરાજી મંદિર થઈ સ્વામિનારાયણ સ્કૂલ સુધી આ પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું

આમોદ નગરની સમસ્ત સનાતની માતા-અને બહેનો એ પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું:- આ પથ સંચાલનનું આમોદ નગરના શેરીએ શેરીએ આમોદ નગર ની જનતા દ્વારા પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ બાપા સીતારામ મંદિર પાસે ઢોલ નગારા સાથે આ પથ સંચાલનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા પ્રથમ વર્ગ શિક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આ પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ પંથક અને ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લા ઓ માંથી સમસ્ત સનાતની હિન્દૂ ભાઈઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના હોદ્દેદારો એ મોટી સંખ્યા માં ઉત્સાહભેર ઉપસ્થિત રહી કળિયુગમાં સંગઠનમાં શક્તિ રહેલી છે એ ઉદ્દેશથી સહભાગી બની પોતાની નૈતિક ફરજ ઉત્સાહભેર પ્રથમ વર્ગ શિક્ષા શિબિરનું આયોજન થકી પઠ સંચાલન માં હાજર રહ્યા હતા.

યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com