ઝોન-૪ એલ.સી.બી. ની ટીમે સમા પોલીસ મથક હદ વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બિયર તથા ઇંગ્લીશ દારૂના વેચાણ અંગેનો એક વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયેલ હોઇ જેની હકીકત જાણી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોઇ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-૦૪ ના પોલીસ સ્ટાફના માણસો સાથે સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વાયરલ વિડીયોમાં જે જગ્યા જણાવેલ હોય તે સદરી જગ્યાએ જઈ રેઇડ કરતા સમા ખોડીયાર નગર ગ્રીન હાઉસ ચાર રસ્તા પાસે આવેલ પાન પડીકીની લારીની બહાર છાપરામાં બે ઇસમો ચોરીછુપી બિયરનુ વેચાણ કરી રહેલ હોય જે આધારે સદરી જગ્યાએ જઈ રેઇડ કરી આરોપીઓ પાસેથી બિયર ટીન નંગ-૩૨ જેની આશરે કિંમત રૂપીયા ૪૧૯૨/- ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓ ને વધુ તપાસ માટે સમા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096