Geo Gujarat News

વાગરા: સારણ માર્ગ પર આવેલ ત્રણ મકાનના ટાળા તૂટ્યા, મોબાઈલ, રોકડ સહિતની તસ્કરીને અંજામ આપી તસ્કરો રફુચક્કર થઈ ગયા!!

  • ધોળા દિવસે વાગરામાં ચોરીનો બનાવ સામે આવ્યો!!
  • પરપ્રાંતીય કામદારો કામ પર ગયાને ઘરના નકુચા તૂટ્યા!

વાગરાની ફૈથ કેલેવરી સ્કૂલની સામે આવેલ 3 મકાનોના ધોળે દિવસે નકુચા તોડી તસ્કર ટોળકીએ ચોરીની કરતૂટને અંજામ આપ્યો હતો. અને ઘરમાં રહેલ મોબાઈલ તેમજ રોકડ સહિતની સામગ્રી પર હાથફેરો કર્યો હતો.

પરપ્રાંતિય કામદારો નોકરીએ ગયા ને તેઓના ઘરના તાળાં તૂટ્યા! :- વાગરામાં ફરી એકવાર તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપી જાણે પોલીસને પડકાર ફેંક્યો છે. ધોળે દિવસે બનેલ ઘટનાથી પંથકના લોકો પણ ચિંતાતુર બન્યા છે. ત્યારે પોલીસ આ સક્રિય થયેલ તસ્કર ટોળકીને ઝબ્બે કરી જેલમાં ધકેલે તે જરૂરી બન્યું છે. સમગ્ર બનાવ અંગે મકાનમાં રહેતા કામદારોના જણાવ્યા પ્રમાણે તેઓ વાગરા-સારણ માર્ગ ઉપર આવેલ ફૈથ કેલેવરી સ્કૂલની સામે આવેલ મકાનોમાં ભાડેથી રહે છે. અને કંપનીમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ નિત્યક્રમ મુજબ આજરોજ તારીખ ૨૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારે તેવો જીઆઇડીસી ની અલગ-અલગ કંપનીઓમાં નોકરીએ ગયા હતા. ત્યાર બાદ સાંજે ૬ વાગ્યાની આસપાસ પરત ઘરે ફર્યા હતા. જ્યાં તેઓના ઘરનાં દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જણાતા તેઓ ચોંકી ગયા હતા.ધોળા દિવસે ચોરીની ઘટના બનતા નગરજનો ચિંતામાં મુકાયા :-  એટલુંજ નહિ એકસાથે ત્રણ મકાનોના ટાળા તૂટેલી હાલતમાં જણાયા હતા. ઘરમાં જઈ જોતા ઘરનો તમામ સામાન વેરવિખેર પડેલો નજરે પડતા તેઓના હોશ ઉડી ગયા હતા. કંપનીમાં મોબાઈલ ફોન એલાઉટ ન હોવાને કારણે કામદારો પોતાના મોબાઈલ ફોન ઘરે જ મૂકીને જતા હોય છે. ત્યારે ઘરનો સામાન ચેક કરતા માલુમ પડ્યું હતું, કે કૂલ ૬ મોબાઈલ ફોન, બ્લુટુથ, ચાર્જર, પેનદ્રાઈવ સહિત ઘર વપરાશ માટે મુકેલા અંદાજીત પાંચ હજારથી વધુની રોકડ રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ધોળે દિવસે થયેલ ચીરીની ઘટનાએ પંથકમાં ભારે ચકચાર મચાવી છે.ઉલ્લેખનીય છે, કે પરપ્રાંતીય કામદારો પરિવારનું પેટયું રળવા વતન છોડી ભરૂચ તરફ વળ્યાં છે. અને જિલ્લાની અલગ-અલગ જીઆઇડીસી માં આવેલ કંપનીઓમાં નોકરી કરી રોજીરોટી મેળવી રહ્યા છે. ત્યારે ગરીબ કામદારોના ઘરમાં ચોરીની ઘટના બનતા કામદારો ચિંતામાં મુકાયા છે.વાગરા પંથકમાં ફરી ચોર ટોળકી સક્રિય બની? :- નોંધનીય છે, કે થોડા દિવસો પહેલા જ વાગરાના શાંતિનગર વિસ્તારમાંથી અંદાજીત ૧૦ તોલા સોનાની ચોરી થઈ હોવાની બૂમો પણ ઉઠવા પામી હતી. ત્યાર બાદ ભર બજારમાં સોનીની દુકાનમાં લૂંટની ઘટના બની હતી. જોકે વાગરા પોલીસે લૂંટારુને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી મુક્યો છે. જોકે ટૂંકા સમયમાં વધુ એક ચોરીની ઘટનાએ પોલીસની ઊંઘ હરામ કરી છે. આ લખાઈ રહ્યું છે. ત્યાર સુધીમાં ચોરીની આ ઘટના અંગે પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *