Geo Gujarat News

આમોદ: ઓચ્છણ ગામે ગરીબોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, અનાજનો જથ્થો સીઝ કરાયો, પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી

દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેકટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી કાઢી જપ્ત કર્યુ :- આમોદ તાલુકાના ઓચ્છણ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી જેનાં અનુસંધાનમાં પોલીસને ઓચ્છણ ગામની ભાગોળે સાંપા પાટીયા તરફ જતા એક લાલ કલરનું ટ્રેક્ટર સાથે વાદળી કલરની ટ્રોલી આવતા ઉભી ટ્રેકટર નંબર GJ-16-BK-8233 જેના ડ્રાઇવરનુ નામ ઇશ્વરભાઇ શનાભાઇ રાઠોડ રહે.જુના ફળીયામા, કરેણા ગામ, તા.આમોદ જી.ભરૂચનો હોવાનું જણાવ્યું હતું.જે ટ્રેક્ટરની પાછળ આવેલ ટ્રોલીમા ચોખા થેલી નંગ-૨૮ તથા ઘઉં થેલી નંગ-૧૯ આમ કુલ થેલી નંગ-૪૭ જે અનાજનો સામાન હતો. ટ્રેક્ટર,ટ્રોલી તથા અનાજના માલિક ભુપેન્દ્રભાઇ ભગુભાઇ પટેલ રહે.કેશવ પાર્ક, કરજણ,તા-કરજણ, જી-વડોદરા નાઓનુ જણાવેલ જેથી સદર માલિકને બોલાવતા તેઓને અનાજનો સામાન ક્યાંથી લાવેલ છે. અને ક્યાં લઈ જવાનો છે.જે બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઇ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. તેમજ અનાજનું કોઇ બીલ કે આધાર પુરાવો નહોતો.

નાયબ પુરવઠા મામલતદારે સરકારી ઘઉં અને ચોખાના કટ્ટા સીઝ કરી કાર્યવાહી હાથ ધરી :- પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઇન્સ્પેકટર રાજુ કરમટીયાની હાજરીમાં સરકારી ગોડાઉન ઉપર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યુ હતું.જેમાં ચોખા થેલી નંગ-૨૮ જેનુ વજન ૧૩૭૮ કિ.ગ્રા તથા ઘઉં થેલી નંગ-૧૯ જેનુ વજન ૯૭૪ કિ.ગ્રા આમ કુલ થેલી નંગ-૪૭ જેનુ કુલ વજન ૨૩૫૨ કિ.ગ્રા થયુ હતું.જે એક કિલોનાં કિ.રૂ.૩૦ લેખે કુલ કિ.રૂ.૭૦,૫૬૦ અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યું હતું.તેમજ આમોદ પોલીસે ટ્રેક્ટર તથા ટ્રોલીની આશરે કિ.રૂ.૫ ૦૦,૦૦૦ ગણી કુલ.રૂ.૫,૭૦,૫૬૦ મુદ્દામાલ વધુ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ અનાજની હેરાફેરી કરનાર બન્ને ઇસમો ઇશ્વર શનાભાઈ રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર ભગુભાઈ પટેલની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી.

આમોદ નાયબ પુરવઠા મામલતદારે રાત્રે પંચનામુ સહિત દુકાન સંચાલકના જવાબો લીધા :- ગત રોજ આમોદ પોલીસે ગેરકાયદેસરના સરકારી ઘઉં અને ચોખાના ૨૩૫૨ કિ.ગ્રા અનાજનો જથ્થો પકડ્યા બાદ પુરવઠા વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી હતી અને રાત્રીના સમયે ઓચ્છણ ગામે સસ્તા અનાજની દુકાન સંચાલકને ત્યાં પંચનામુ,હાજર અનાજનો જથ્થો તેમજ દુકાન સંચાલકના જવાબો સહિતની કામગીરી હાથ ધરી હતી.તેમજ દુકાનમાં રાખેલા સ્ટોક પત્રક ઉપર પણ કોઈ માહિતી દર્શાવી નહોતી જેની પણ પુરવઠા મામલતદારે ગંભીર નોંધ લીધી હતી.ત્યાર બાદ નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે ભરૂચ જીલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેકટર દુકાન સંચાલકે ખેતરમાં છુપાવી દીધું હતું? :- આમોદ પોલીસે ગેરકાયદેસર અનાજ ભરેલું ટ્રેકટર ઝડપ્યા બાદ ચબરાક દુકાન સંચાલકે ટ્રેકટર પોતાના દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલસને પણ હંફાવી દીધી હતી.દુકાન સંચાલકે પોલીસની નજર ચૂકવી પોતાના ટ્રેકટરના ડ્રાઇવર મારફતે દિવેલાના ખેતરમાં છુપાવી દેતા હાજર મીડીયા કર્મીના કેમેરામાં દુકાન સંચાલકની અનાજ ગરવલ્લે કરવાની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઇ હતી.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *