Geo Gujarat News

ભરૂચ-અંકલેશ્વર માંડવી ખાતેના કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના સ્વપ્નદ્રષ્ટા સમગ્ર વિશ્વમાં વસતા લેઉઆ પાટીદાર સમાજને એક તાંતણે બાંધવાનુ સ્વપ્ન સાકાર કરનાર ચેરમેન નરેશભાઈ પટેલ આજરોજ દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા જેમાં તેઓએ માંડવી (સુરત) ખાતે પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી, જેમાં માંડવી, વાંકલ, બારડોલી, વ્યારા, તાપી વિસ્તારમાં વસતા લેઉવા પાટીદાર સમાજના આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, ઉપરાંત વિસ્તારના સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,  નરેશભાઈ પટેલનો બીજો કાર્યક્રમ હતો ભરૂચના ચાવજ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં જંબુસર, વાગરા, આમોદ, ભરૂચ, અંકલેશ્વર સહિત ચેરમેન નરેશભાઈ પટેલ, સંગઠન પ્રભારી હસમુખભાઈ લુણાગરિયા, ટ્રસ્ટી પ્રવિણભાઇ પટેલ, ભરતભાઈ પટેલ, બકુલભાઈ સોરઠીયા, ભરતભાઈ બોદર,  મનોજભાઈ સાકરીયા, પંકજભાઈ ભુવા, મનસુખભાઈ રાદડિયા, નરેશભાઈ પટેલ (કિજલ કેમિકલ) સુરત વડોદરા અને નર્મદા જીલ્લા ખોડલધામ પરિવાર તથા સ્થાનિક લેઉવા પાટીદાર સમાજના પ્રમુખશ્રીઓ ખોડલધામ સમિતિના કન્વીનર, સહ કન્વીનર તથા સ્થાનિક સમાજવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આયોજિત સાતમાં લાપસી મહોત્સવમાં શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા આ નિમિત્તે યોજાયેલ સર્વાઇકલ બ્રેસ્ટ અને ઓરલ કેન્સર ચેકઅપ કેમ્પની મુલાકાત લીધી હતી, ત્યારબાદ ઉપસ્થિત લોકોને સંબોધી રાજકોટ નજીકના અમરેલી ખાતે આકાર પામનાર આધુનિક કેન્સર હોસ્પિટલ ની જાણકારી આપી હતી, ઉપસ્થિત તમામ ગોળના શ્રેષ્ઠીઓએ જણાવ્યું હતું કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટના ભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્રને સાર્થક કરવા તમામ ગોળ સાથે રહીને સમાજ માટે કામ કરતા રહીશું. આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ટ્રસ્ટીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Kadar Khatri
Author: Kadar Khatri

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *