ભરૂચ જિલ્લાના ધોળીકુઈ ખાતે આવેલ ભૃગુઋષિ બાળવાટિકામાં શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના સ્થાપક શંકર માછી,જગદીશ માછી સહિત ટ્રસ્ટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પ્રકાશ મોદીએ ટ્રસ્ટના સેવાકીય કાર્યને સરાહનીય ગણાવતાં જણાવ્યું હતું કે, “શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સતત વિવિધ સંજોગોમાં, જેમ કે ગણેશ વિસર્જન, કોરોનાકાળ જેવી પરિસ્થિતિઓમાં સમાજની સેવા કરે છે, અને આજનું કાર્યક્રમ પણ એ જ સંકલ્પનો એક ભાગ છે.”આ પ્રકારના સેવાકીય કાર્યોને વધુ પ્રોત્સાહન મળે અને અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બને તેવા શુભેચ્છા સંદેશ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com