Geo Gujarat News

ડભોઇ: તમામ કેટેગરીના ઉમેદવારો માટે ઓદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજવામા આવી

આદિવાસી સમાજ,ડભોઇ અને મોડેલ કરિયર સેન્ટર, મદદનીશ નિયામક રોજગાર ની કચેરી વડોદરા નાં સંયુક્ત ઉપક્રમે માર્ગદર્શન શીબીર અને રોજગાર મેળો યોજવામા આવ્યો


મોડલ કરિયર સેન્ટર, મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી વડોદરા અને સમસ્ત આદિવાસી સમાજ, ડભોઈ ના સંયુકત ઉપક્રમે  સતરગામ પટેલ સમાજની વાડી, યમુનાનગર ડભોઇ ખાતે તમામ કેટેગરીના ઉમેદવારો માટે ઓદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજવામા આવી . જેમાં વડોદરા જીલ્લાના ૧૫ જેટલા નોકરીદાતા દ્વારા ૫૦૦ થી વધુ ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવા હાજર રહ્યા હતા . જેમા દિવ્યાંગ ઉમેદવારો માટે ૩૦ થી વધારે જગ્યા માટે ૨ નોકરીદાતા હાજર રહ્યા હતા .

ભરતી મેલામા શંકર પેકેજીંગ વાધોડીયા,બાંકો એલ્યુમીનીયમ ભાયલી,વોલ્ટાસ વાધોડીયા,રોકમેન ઈન્ડસ્ટ્રીઝ,પીજીપી ગ્રુપ કોસંમા ગ્લાસ લી ,ઈનોવેટીવ કુજીન પ્રા લી , એપોલો ટાયર લી જેવી મેન્યુફેકચરીંગ જેવી કંપનીઓ તેમજ બંસલ સુપર માર્ટ ,સ્વીગી લી જેવી સર્વીસ સેકટરની કંપનીના પ્રતીનીધી હાજર રહ્યા હતા . ધો ૧૦. પાસ, ૧૨ પાસ, આઇ.ટી.આઇ., ડીપ્લોમા અને ગ્રેજ્યુએટ થયેલ ૧૮ થી ૩૫ વર્ષનાં ૨૦૦ થી વધારે ઉમેદવાર ભાગ લીધો હતો .

ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય અંગે તેમજ ઉદ્યોગ સાહસીકતા સ્ટાર્ટ અપ અને ફ્રી કન્સ્ટ્ર્કશન તાલીમ, સોલાર ટેકનીશયન તેમજ સોફ્ટ સ્કીલ જેવી વોકેશનલ સ્કીલ તાલીમ તેમજ સંરક્ષણ ભરતી પુર્વેની ૩૦ દિવસની ફ્રી નિવાસી તાલીમમા જોડાવા અંગે ઉમેદવારોની પસંદગી કરવામા આવી હતી તેમજ વિદેશ અભ્યાસ અને રોજગારી માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે વિના મુલ્યે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ તેમજ ઓનલાઈન રોજગારી શોધવા માટે ગુજરાત સરકારના અનુબંધમ પોર્ટલ અને ભારત સરકારના એન.સી.એસ પોર્ટલ પર રજીસ્ટ્ર્રેશન કેમ્પ યોજવામા આવ્યો હતો .ભરતી મેલામા ભાગ લેવા માટે રોજગાર કચેરી દ્વારા મફત મુસાફરી એસ ટી કુપનો પણ આપવામા આવેલ હતી .

કાર્યક્રમા જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખશ્રી અશ્ર્વીન પટેલ,તેમજ મદદનીશ નિયામક રોજગારશ્રી અલ્પેશ ચૌહાણ તથા રોજગાર કચેરીના સ્ટાફ તેમજ સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના પ્રમુખ શૈલેષભાઇ વસાવા, અમિત કુમાર વસાવા, વિઠ્ઠલભાઈ વસાવા, રાજુભાઈ વસાવા અને કાર્યકર ઉપસ્થીત રહીને ઉમેદવારોને રોજગાર અને સ્વરોજગાર માટે પ્રોત્સાહીત કર્યા હતા .ભરતી મેલામા ૧૦૦ જેટલા ઉમેદવારોની નોકરીદાતા દ્રારા પ્રાથમીક પસંદગી કરીને રોજગારીની તકો પુરી પાડવામા આવી હતી .જેમા ૭ દિવ્યાંગ ઉમેદવારોની પસંદગી કરવામા આવી હતી.

Saifali Bhatti
Author: Saifali Bhatti

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *