Geo Gujarat News

ભરુચ: LCB ની ઝઘડીયાની ટીમ ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢુંઢા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

ભરુચ LCB ની ઝઘડીયા ટીમ ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “ઢુંઢા ગામે ટેકરા ફળીયા ખાતે રહેતો નરેન્દ્ર ઉર્ફે નંદો પુનમભાઇ વસાવા નાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી પોતાના ઘરના પાછળના ભાગે આવેલ ખેતરમા સંતાડી રાખી, એક્ટીવા ગાડીથી મુદામાલ સગે-વગે કરવાની તૈયારીમાં છે” જે મળેલ બાતમી આધારે ઢુંઢા ગામે ટેકરા ફળીયા ખાતે નરેન્દ્ર ઉર્ફે નંદા વસાવાના ઘરની ખાત્રી કરી ઘરમાં તથા આજુબાજુ તપાસ કરતા ઘરની પાછળના ભાગે આવેલ ખેતરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા ટીન-બીયર નંગ- ૯૫૬ કિંમત રૂપિયા ૨ લાખ ૫૭ હજાર ૮૮૦ તથા એક્ટીવા ગાડી કિંમત રૂ. ૫૦ હજાર તથા મોબાઇલ નંગ- ૦૧ કી.રૂ. ૫ હાજર મળી કુલ કી.રૂ. ૩ લાખ ૧૨ હજાર ૮૮૦ ના મુદ્દામાલ સાથે નરેન્દ્ર ઉર્ફે નંદો પુનમભાઇ વસાવા ઉ.વ. ૨૮ રહે, ઢુંઢા ગામ, ટેકરા ફળીયુ તા.ઝઘડિયા જી.ભરૂચ નાઓને ઝડપી પાડી બે ઇસમો રણજીત મફતભાઇ વસાવા રહે, નાના પાટણા ગામ તા.નાંદોદ જી- નર્મદા તેમજ દીનેશ શાંતીલાલ વસાવા રહે, ચીત્રોલ તા.નાંદોદ જી.નર્મદા વોન્ટેડ જાહેર કરી પ્રોહીબીશન એકટ તથા ભારતીય ન્યાય સંહીતાની સંલગ્ન કલમો મુજબ ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

Kadar Khatri
Author: Kadar Khatri

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *