Geo Gujarat News

નેત્રંગ: ફુલવાડી ગામે વીજપાવર હાઉસનું ધારાસભ્યના હસ્તે ખાતમુહુર્ત કરાયું

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં ફક્ત બે જ પાવર હાઉસ આવેલ હોવાથી ફુલવાડી ગામ સહિત અન્ય ૨૫ થી ૩૦ જેટલા ગામના રહીશોને ખુબ જ ઓછા પ્રમાણમાં વીજપુરવઠો મળવો,ઓછાં વોલ્ટેજમાં લાઈટ મળવી,બાળકોને પણ અભ્યાસમાં પણ પડવી,પીવાના પાણીની મોટરો પણ ચાલતી ન હોય અને ખેતીમાં પણ ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમજ નવરાત્રી પછી પીયત માટે લાઈટની જરૂર પડતી હોય પરંતુ અપુરોક્ત સમસ્યાને લઈને વર્ષો થી ખેતીમાં વ્યાપક નુકસાન થતું હોય છે.ઢોર-ઢાંખરને પાણી અને ઘાસચારા માટે પણ તકલીફ પડતી હોય છે જેથી આ જી.ઈ.બીનું પાવર હાઉસ બને તો આર્થિક પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે.તેવા સંજોગોમાં ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ સરકારમાં રજુઆત કરીને આ પાવર હાઉસ માટે માંગણી કરી હતી.જે મંજુરી મળતા થવા ગૃપ ગ્રા.પંચાયતમાં ગ્રામસભા બે એકર જમીન આ પાવર હાઉસ માટે ફાળવવામાં આવી હતી.વિરોધપક્ષના નેતાઓ આવેદનપત્ર વિરોધ નોંધાવ્યો હતો.ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે ખાતમૂહુર્ત વિધી કરવામાં આવી હતી.જે દરમ્યાન નેત્રંગ તા.પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા.તા.પંચાયત સભ્ય-સરપંચો જવાબદાર પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ

Kadar Khatri
Author: Kadar Khatri

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *